ચીનના વુહાન શહેરમા કોરોના પર કાબૂ મેળવ્યા બાદ પણ ચીનની સરકાર આજકાલ ચિંતામાં છે. તેનુ કારણ એછે કે, વુહાન જેવા જ એક મોટા શહેરમાં કોરોના વાયરસે ફરી ઉથલો માર્યો છે.આ શહેરમાં કોરોનાના દર્દીઓની સખ્યા વધી રહી છે.ચીનના ઉત્તર પૂર્વ વિસ્તારમાં આવેલા અને રશિયાની બોર્ડરને અડીને આવેલા હાર્બિન શહેરને હવે વુહાનની જેમ સરકારે સીલ કરી દીધુ છે.
હાર્બિન શહેર હીલોન્ગજિયાંગ નામના રાજયમાં આવેલુ છે.જ્યાં કોરોનાના પ્રસારના પગલે સરકારે અધિકારીઓને સજા પણ કરી છે અને નોકરીમાંથી પણ કાઢી મુક્યા છે.અહીંયા વિદેશથી પાછા આવેલા ચીનના લોકોના કારણે વાયરસ ફેલાયો હોવાનુ મનાઈ રહ્યુ છે.
હાર્બિન શહેરમાં બહારના લોકો અને વાહનોના આવવા પર રોક લગાવી દેવાઈ છે.હોટસ્પોટમાં રહેતા લોકોને ફરી ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.આ શહેરમાં ગયા સપ્તાહે 35 લોકો કોરોનાના કારણે સંક્રમિત થયા હતા.આ શહેરની વસતી લગભગ એક કરોડ જેટલી છે.હાલમાં હાર્બિનના સ્કૂલો કોલેજોને ફરી બંધ કરી દેવાયા છે. હીલોન્ગજિયાંગ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 537 દર્દીઓ નોંધાઈ ચુક્યા છે.જેમાંથી 384 લોકો વિદેશથી આવ્યા હતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.