પીએમ નરેન્દ્ર મોદી 21મીએ વડોદરાના નવલખી મેદાનમાં વિશાળ સભાને સંબોધવાના હતા. ત્યારે હાલ આ સમગ્ર કાર્યક્રમને મોકુફ રાખવામાં આવ્યો છે. આ સભામાં 40 હજારથી વધારે નાગરિકો જોડાવાના હતા. તેમજ શહેરમાં 100 બસો દોડાવી ૧૫૦૦૦ લોકોને કાર્યક્રમના સ્થળે લઈ જવાનું આયોજન હતું. તો સાવલી, પાદરા, ડભોઇ, કરજણ સહિતના વિવિધ વિસ્તારોમાં 600 બસ દોડાવાની પણ તંત્રની તૈયારી હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ગુજરાત રિફાઈનરી પ્લાન્ટ તેમજ એચ પી સી એલ કંપની દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદન પાઇપ લાઇનનું પીએમના હસ્તે લોકાર્પણ કરવાનો આ કાર્યક્રમ હતો. મહત્વનું છે કે હાલ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે લોકો એકત્રિત ન થાય અને આ બિમારી વધારે ન ફેલાય આ માટે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. આ પહેલાં પીએમ મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ પણ કોરોના વાયરસના કારણે જ રદ્દ કરી દેવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.