કોરોના દર્દીનો ઈલાજ કરી રહી હતી USA ની ટોપ ઇમરજન્સી રૂમ ડોકટરે કરી લીધું સુસાઇડ, કારણ જાણીને ચોંકી જશો

હાલ જયારે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનનાથી સંક્રમિત સૌથી વધુ લોકો અમેરિકામાં થયા છે. અમેરિકાના શહેર મૈનહેટનની સૌથી મોટી હોસ્પિટલની ટોપ ઇમરજન્સી રૂમ ડોકટરે રવિવારે આત્મહત્યા કરી લીધી હતી. 49 વર્ષીય ડોકટર લોરેન એમ બ્રિન ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની મેડિકલ ડાયરેક્ટર હતી. તે ગયા મહીનાંતી કોરોનથી સંક્રમિત લોકોનો ઈલાજ કરી રહી હતી. ડોક્ટર તેના પરિવાર સાથે રહેતા હોય ઘરમાં જ સુસાઇડ કરી લીધું હતું.

ડોક્ટર લૌરેનના પિતાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેમની દીકરી મૈનહટન ન્યુયોર્ક-પ્રેસ્બિટેરિયન એલન હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના મેડિકલ ડિરેક્ટર હતી અને રવિવારે શેરલોટ્સવિલે સ્થિત તેના ઘરે આત્મહત્યા કરી હતી. શેરોટ સવિલે પોલીસ વિભાગના પ્રવક્તા ટેલર હોને કહ્યું કે રવિવારે લોરેનના ઘરેથી ઇમરજન્સી નંબર પર કોલ આવ્યો હતો અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તે ત્યાં બચાવી શકી ન હતી.

લોરેનના પિતાના જણાવ્યા અનુસાર, તે માનસિક રીતે સ્વસ્થ હતી. કોરોનના સંક્ર્મના મામલા સામે આવ્યા બાદ દેશના ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ સાથે કામ કરી રહી હતી. લોરેનના પિતાએ જણાવ્યું હતું કે, કોરોનાના વધતા જતા કેસોને કારણે કથળેલી પરિસ્થિતિથી ચિંતિત હતી . થોડા દિવસ પહેલા જ લોરેન સાથે વાત થઇ હતી. ત્યારે તે બતાવી રહી હતી કે, કોરોના સંક્રમિતના મોત એમ્બ્યુલન્સથી ઉતરી ઇમરજન્સી રૂમ સુધી લઇ જતા જ થઇ જાય છે. લોરેનના પિતાએ હોસ્પિટલ તેનું દબાણ હોવાની વાત પણ કરી હતી. વધુમાં કહ્યું હતું કે, લોરેનને એક હીરોની જેમ યાદ રાખવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.