રાજકોટમાં એક અજીક કિસ્સા સામે આવ્યો છે. જેમાં કોરોના સંક્રમિત દર્દી જીવિત હોવાનો ભ્રમ થયા બાદ સ્વજનો તેને સ્મશાનથી હૉસ્પિટલ પરત લાવ્યા હતા. અહીં તપાસ બાદ હૉસ્પિટલ ખાતે હાજર તબીબોએ રાજેન્દ્રસિંહ જાડેજા નામના વ્યક્તિને ફરી વખત મૃત જાહેર કર્યો. જે બાદમાં ફરીથી મૃતકની ડેડબોડીને અંતિમવિધિ માટે મોટા મોવા સ્મશાન ખાતે મોકલી આપવામાં આવી હતી.
રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલનાં કોવિડ સેન્ટરમાં મોડી રાત્રે કોરોના સંક્રમિત રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા નામના 43 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીના સગા-સંબંધીને જાણ કરવામાં આવી હતી
પરિવારજનોને મૃતક વ્યક્તિ જીવિત હોવાનો ભ્રમ થતાં તેના મૃતદેહને ફરી પાછો સિવિલ હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.