– દેશમાં શરમજનક અને ઘૃણાસ્પદ સ્થિતિ માટે કેન્દ્ર સરકાર – રાજ્યોની આકરી ટીકા
– દવાખાનામાં પથારીઓ હોવા છતાં દર્દીઓને દાખલ કેમ નથી કરતા, ટેસ્ટ કેમ ઘટી ગયા? : સરકારને સવાલ
કેટલાક રાજ્યોમાં કોરોનાના દર્દીઓના મૃતદેહો સાથે અમાનવીય વલણની ઘટનાઓ સામે આવતાં સુપ્રીમ ખફા
દિલ્હીમાં સ્થિતિ ભયજનક અને કથળેલી સુઓમોટો સુનાવણીમાં સુપ્રીમની ટકોર
કોરોના વાઇરસના દર્દીઓને યોગ્ય સારવાર ન મળી રહી હોવાની ફરિયાદો અનેક રાજ્યોમાં સામે આવી રહી છે. સાથે જ દર્દીઓ હોસ્પિટલની ખરાબ સિૃથતિ અને પોતાના અનુભવોના વીડિયો અને ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર જાહેર કરી રહ્યા છે.
આ સિૃથતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ફટકાર લગાવી છે અને ખેદ વ્યક્ત કરતા કહ્યું છે કે કોરોનાના દર્દીઓની સાથે જાનવરો કરતા પણ ખરાબ વર્તન થઇ રહ્યું છે અને અતી ખરાબ સારવાર મળી રહી છે.
કેટલાક રાજ્યોમાં કોરોનાના દર્દીઓના મૃતદેહોનો અમાનવીય રીતે નિકાલ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવતા સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી હતી. સુપ્રીમ કોર્ટે દિલ્હીની એલએનજેપી હોસ્પિટલને નોટિસ ફટકારી હતી સાથે મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળમાં પણ આ જ સિૃથતિ જોવા મળતા કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે.
સરકારોને ફટકાર લગાવતા કહ્યું હતું કે બધુ યોગ્ય નથી ચાલી રહ્યું. દિલ્હીમાં ટેસ્ટિંગ પ્રતિ દિન 7000થી ઘટીને 5000 થઇ ગયા છે, આવું કેમ થયું તે મુદ્દે સરકાર પાસેથી સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો હતો. ખુદ સરકારે કહ્યું છે કે મેની સરખામણીએ જૂનમાં કોરોનાના દર્દીઓનું ટેસ્ટિંગ ઓછુ થઇ ગયું છે, આવું કેમ થયું તે મુદ્દે સરકાર પાસેથી જવાબ માગ્યો છે.
દિલ્હી ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોમાં પણ કોરોનાના દર્દીઓને લઇને યોગ્ય સારવાર ન મળી રહ્યાના તેમજ મૃતદેહો સાથે અમાનવીય અભિગમ રખાઇ રહ્યું હોવાના વીડિયો અને ફોટો સામે
આવતા સમગ્ર મામલે ભારે ટીકા થઇ રહી છે. સુપ્રીમ કોર્ટમાં દિલ્હીમાં કોરોનાના દર્દીઓના મૃતદેહોની હાલત અંગે એક અરજી થઇ હતી જેની સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે આ નિવેદન કર્યું હતું.
આ પહેલા કોંગ્રેસ સરકારના પૂર્વ કાયદા પ્રધાન અને સીનિયર કોંગ્રેસ નેતા અશ્વિની કુમારે મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો હતો અને મૃતદેહોની સાથે થઇ રહેલા અમાનવીય વ્યવહારનો મામલો ઉઠાવ્યો હતો અને સુઓમોટો તરીકે મામલાને લેવા વિનંતી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે દિલ્હીમાં સિૃથતિ ભયાનક છે, કોરોનાના દર્દીઓને પ્રાણીઓ કરતા પણ ખરાબ હાલતમાં રાખવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.