કોરોના સંક્રમિત દર્દીઓ સાથે તેમના જ પરિવારજનો, યોગ્ય વ્યવહાર ન કરતા હોવાના,સામે આવી ચૂક્યા અનેક કિસ્સાઓ

રાજકોટના કુવાડવામાં કોરોના સંક્રમિત પરણિતાને  સાસરિયાઓએ ત્રણ દિવસ ભોજન ન આપતા ગરમ પાણી પીને કાઢ્યા હતા. કોરોના સંક્રમિત પત્નીને પતિએ કહ્યું હતું કે, મરી જા. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના કુવાડવા ગામે કોરોના સંક્રમિત સુમિતા (નામ બદલાવેલ છે) નામની મહિલાએ 181 અભયમ હેલ્પલાઇન માં ફોન કરીને જણાવ્યું હતું કે, તેને છેલ્લા ત્રણ દિવસથી જમવાનું આપવામાં આવ્યું નથી.

પીડિત અને ત્રણ ચાર દિવસ બે ટાઇમ જમવાનું આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ તેને જમવાનું આપવાનું બંધ કરી દેતા તે માત્ર ગરમ પાણી પીતી હતી.

પેટમાં ખાલી ગરમ પાણી પીવાથી મહિલા ને પેટમાં પણ બળતું હતું. જેના કારણે તેને પતિને ફોન કરી જાણ કરી હતી. ત્યારે પતિએ ફોનમાં કહ્યું હતું કે મરીજા. સમગ્ર મામલે 181 ની ટીમ દ્વારા પીડિતાના પતિ નો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો. 181 ની ટીમ દ્વારા તેના પતિનું પણ કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું કાઉન્સેલિંગ દરમિયાન પતિને પોતાની ભૂલ સમજાઈ હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.