મુંબઈમાં થોડાક દિવસ બાદ ફરીથી કોરોનાના દરદીમાં વધારો નોંધાઈ રહ્યો છે. આજે મુંબઈમાં કોરોનાના નવા ૩૦૫૬ કેસ નોંધાયા હતા અને ૬૯ દરદીએ પ્રાણ ગુમાવ્યો હતો.
મહારાષ્ટ્રમાં થોડાક દિવસ પૂર્વે કોરોનાના દરદીની સંખ્યામાં ઘટાડો થયા બાદ ફરી બે દિવસથી રાજ્યમાં કોરોનાના દરદીની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. આથી સરકાર ચિંતામાં પડી ગઈ છે. મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા ૬૨,૧૯૪ દરદી નોંધાયા હતા
મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૪૯,૪૨,૭૩૬ થઈ છે અને મરણાંકની સંખ્યા ૭૩,૫૧૫ થઈ છે. જ્યારે કોરોનાના ૪૨,૨૭,૯૪૦ દરદી કોરોનામુક્ત થતાં રિકવરીનું પ્રમાણ વધીને ૮૫.૫૪ ટકા થયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.