ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને માત્ર 20 દિવસમાં કોરોનાના ના નવા 24 કરોડ 80 લાખ કેસ નોંધાયા છે.
અહીં એક દિવસમાંજ સૌથી વધુ 3 કરોડ 70 લાખ કેસ નોંધાતા સ્થિતિ કાબુ બહાર થઈ ગઈ છે અને આ આંકડા ચીનના નેશનલ હેલ્થ કમિશનના છે જે લીક થયા છે.
ચીન અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખનાર હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ જેનિફર ઝેંગે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો દુનિયાને બતાવ્યા છે અને ચીનમાં ઓક્સિજનની અછત ઉભી થતાં અનેક લોકોના મૃત્યુ થયા છે.
ચીનમાં મોટાપાયે લોકોના મોત થતાં અંતિમ સંસ્કાર માટે 20 દિવસનું વેઈટિંગ ચાલી રહ્યું છે.
બેઇજિંગમાં જગ્યા ખૂટી પડતા વેરહાઉસ અને ભૂંડ રાખવાના ગોડાઉનમાં લાશો રાખવામાં આવી રહી છે અને જેને કહ્યું કે 15,000 શબ યુક્વનિંગ સબડિસ્ટ્રિક્ટના એક વેરહાઉસમાં રાખવામાં આવ્યા છે જ્યારે નાનામોટા અનેક ગોડાઉન લાશોથી ભરેલા પડ્યા છે કારણ કે સ્મશાન 24 કલાક ચાલુ છે અને 20 દિવસના વેઇટિંગ હોય સ્થિતિ કાબુ બહાર થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.