ભાજપની જન આશિર્વાદ યાત્રામાં કોરોના ગાયબ.!! આ સવાલ પૂછતાં મંત્રીએ ચાલતી પકડી..

રાજકોટમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ની જન આશીર્વાદ યાત્રા નીકળી હતી. જો કે પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને જીતુ વાઘાણી ને પૂછવામાં આવતા જ જીતુ વાઘાણીએ ચાલતી પકડી હતી. બીજી બાજુ મહત્વનું છે કે નવરાત્રિમાં ૪૦૦ લોકોને જ રમવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ જન આશીર્વાદ યાત્રામાં લોકોને ટોળેટોળા જોવા મળ્યા હતા.

સરકારની બેધારી નિતિ સામે આવી..

https://www.youtube.com/watch?v=glUFBm2asXc

શહેરમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર છે. ત્યારે યાત્રામાં સેંકડો વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમ છતાં અહીં તો જાણે પેટ્રોલ ડિઝલના ભાવની જાણે કોઇને કોઇ પરવા જ ન હોય એવું લાગી રહ્યું છે. જેને લઇને જીતુ વાઘાણી ને સવાલો કરવામાં આવ્યા હતા. બીઆરટીએસ રૂટમાં રૂટિન દિવસોમાં જો સામાન્ય માણસ પસાર થાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. જોકે જન આશીર્વાદ યાત્રા દરમિયાન ટ્રાફિક શરૂ રાખવા પરમીશન અપાઈ હતી. જેને જેથી સરકારની બેધારી નીતિ સામે આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.