કોરોનાએ દુનિયાને આર્થિક ફટકો માર્યો, તો કોરોનાના કારણે મેડિકલ ક્ષેત્રના લોકો માલામાલ થયા!

– દુનિયામાં મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા 50 લોકોની અબજોપતિના લિસ્ટમાં એન્ટ્રી

– માત્ર અમેરિકાના અબજપતિઓની સંપતિની અંદર એક ટ્રિલિયન ડોરનો વધારો થયો

કોરોના વાયરસના કારણે દુનિયાના તમામ દેશોની અર્થ વ્યવસ્થાને મોટો ફટકો લાગ્યો છે. તમામ દેશો આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે તો આ મંદીને 1930 બાદની સૌથી મોટા આર્થિક સંકટ તરીકે ગણાવ્યું છે. આ બધા વચ્ચે દુનિયામાં કેટલાક લોકો એવા પણ છે કે જેઓ કોરોના વાયરસના કારણે માલામાલ તઇ ગયા છે. કોરોના વાયરસના કારણે તેમને કરોડો રુપિયાનો ફાયદો થયો છે. વિશ્વમાં મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા ઓછામાં ઓછા 50 લોકો કોરોના વાયરસ મહામારી દરમિયાન વિશ્વના ટોચના ધનકૂબેરોના લિસ્ટમાં સ્થાન પામ્યા છે.

ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે આ બધામાં મોટાભાગના ઉદ્યોગપતિઓ દવાની કંપનીઓ, સંશોધન, મેડિકલ ઉપકરણો, પેકેજિંગ અને પર્સનલ કેર પ્રોડક્ટ બનાવનાર કંપનીઓના માલિક છે. કોરોનાકાળમાં આ તમામ લોકોના બેન્ક બેલેન્સમાં ઝડપી વધારો થયો છે. માત્ર અમેરિકાના અબજપતિઓની સંપતિની અંદર એક ટ્રિલિયન ડોરનો વધારો થયો છે. દુનિયામાં જે નવા અબજપતિઓ બન્યા છે, તેમાં મોટાભાગે ચીન અને અમેરિકાના ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને કોરોનાએ ફાયદો કરાવ્યો છે.

કરોડપતિઓના લિસ્ટમાં કોરોના વેક્સિન બનાવનાર કંપની બાયોએનટેકના સીઇઓ ઉગુર સાહિન અને મૉડર્નાના સીઇઓસ્ટીફન બૈંસેલ પણ સામેલ છે. તેમની સંપતિમાં પણ કોરોનાકાળમાં ગણો મોટો વધારો થયો છે.  બંને કંપનીઓએ અમેરિકા અને બ્રિટન માટે મુખ્ય કોરોના વેક્સિન બનાવીને બમ્પર કમાણી કરી છે.

ફોર્બ્સ દ્વારા જે નવા અબજોપતિની યાદી બહાર પાડવામાં આવી છે તેમાં ત્રીજા નંબર ઉપર મૂળ ચીનની અને કેનેડાની નાગરિક  યુઆન લિપિંગ છે. જેની કુલ સંપતિ 4.1 બિલિયન ડોલર છે. યુઆનને ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન બનાવવાનો એકાધિકાર મળ્યો છે. માત્ર આટલું જ નહીં પણ કોરોના વેક્સિન માટે ખાલી શીશીઓએ બનાવનારી કંપનીઓના માલિકને પણ અધધ કહી શકાય તેટલો ફાયદો થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.