ભારત, અમેરિકા સહિત દુનિયાભરના દેશોમાં હાલમાં કોરોના વાયરસ નો કહેર ચાલુ છે. અમેરિકા માં સ્થિતિ બેકાબૂ થતી જઈ રહી છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ ભારત પાસે એક જરૂરી દવા માંગી હતી, જેને નહીં આપવા પર તેઓએ જવાબી કાર્યવાહીની ધમકી પણ આપી હતી. જોકે, ભારતે માનવીય હિતમાં આ દવાની નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે. ભારતના આ પગલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના તાજેતરના નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વખાણ કર્યા છે.
થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે એન્ટી-મલેરિયા hydroxychloroquine કે HCQ કોરોના વાયરસના પ્રકોપથી બચવામાં દદ કરી શકે છે. ભારત આ દવાનો સૌથી મોટો નિકાસ કરતો દેશ છે. તેના કારણે અનેક દેશોએ ભારતને આ દવાનો ઓર્ડર આપ્યો હતો. થોડા સમય પહેલા જ ભારતે દવાઓના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે, હવે ભારતે આ પ્રતિબંધને હટાવી દીધો છે. તેની પર ટ્રમ્પે કહ્યું કે, ‘મેં પીએમ મોદીને પૂછ્યું કે શું તેઓ દવાઓ આપશે? તેઓ શાનદાર છે. તેઓએ અમેરિકાની મદદ કરી.’
અમેરિકાની ચેનલ ફૉક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારતે પોતાની જરૂરિયાત માટે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ પીએમ મોદીએ મદદ કરી છે.
આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એક નિવદેનમાં કહ્યું હતું કે જો ભારત hydroxychloroquineનો સપ્લાય નહીં કરે તો તેમની પર જવાબી કાર્યવાહી કરી શકે છે. ત્યારબાદ ભારતમાં આ નિવેદનને લઈ ઘણો વિવાદ થયો હતો. કૉંગ્રેસ સહિત અનેક પાર્ટીઓએ સરકારને અપીલ કરી હતી કે આ દવાની સપ્લાય અમેરિકાને ન કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.