કોરોના વાયરસની દવાને લઈને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની જ સરકારના ટોચના ડોક્ટર સાથે જાહેરમાં જ ભીડાઈ ગયા હતા.બંને વચ્ચે જાહેરમાં દલીલબાજી થઈ હતી.
મેલેરિયા માટેની દવા હાઈડ્રોક્લોરોક્વિન કોરોના વાયરસની સારવારમાં અસરકારક પૂરવાર થઈ શકે કે નહી તે અંગે અમેરિકામાં ચર્ચા ચાલી રહી છે. પત્રકારોએ આ અંગે સરકારના ટોચના નિષ્ણાત ડોક્ટર એન્થની ફોસીને સવાલ પૂછ્યો હતો.
જેના જવાબમાં ફોસીએ કહ્યુ હતુ કે, ના ,આ વાત સાંભળેલી અને કહેલી છે.આ દવાનુ ક્લિનિકલ પરિક્ષણ થઈ શક્યુ નથી એટલે દવા કોરોના માટે અસરકાર છે તેવુ ચોક્કસપણે છાતી ઠોકીને કહી શકાય નહી.
જોકે ટ્રમ્પ પોતાની વાત પર અડેલા રહ્યા હતા.તેમણે કહ્યુ હતુ કે, હું એ વાત સાથે સંમત નથી કે કોરોના વાયરસ બીમારી માટે કોઈ જાદુઈ દવા નથી.દવા હોઈ પણ શકે છે અને ના પણ હોઈ શકે છે.આપણે જોવુ પડશે. મેલેરિયાની દવા અંગે ટ્રમ્પે પાછુ કહ્યુ હતુ કે, હું બહુ વિચાર્યા વગર કહી રહ્યો છું કે આ દવા અસરકારક લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.