કોરોના વાઈરસને લઈને કામકાજમાં ઘટાડો આવ્યો છે અને દેશભરના શોરૂમમાં સાડીઓના વેચાણમાં ઘટાડો આવ્યો હોવાને કારણે જરીની માંગ પણ ઘટી હોવાથી સ્થાનિક જરી મેન્યુફેક્ચરર્સને ઉત્પાદનમાં કાપ મૂકવાની અપીલ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.
જરી મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા શહેરના પાંચ જેટલા એસોસિએશને એક મિટિંગ કરીને ઉત્પાદનકાપ માટે અપીલ કરવાનું નક્કી કર્યું હતું. જરી મેન્યુફેક્ચરિંગ સવારના નવથી સાંજના ચાર વાગ્યા દરમિયાન કરવામાં આવે એવું ઠરાવવામાં આવ્યું હતું.
સુરતની જરીમાંથી સાડી બનાવતા દેશના જુદા જુદા વેચાણ કેન્દ્રો અને દુકાનોમાંથી જરીની અત્યારે કોઈ માંગ નહીં હોવાને કારણે ઉત્પાદન કાપ મૂકવાની જરૂર હોવાનું જણાવાયું છે.
કોરોના મહામારીની હાલની સ્થિતિમાં વેચાણ કામકાજ ખૂબ જ ઘટ્યા છે અને દેશના જુદા-જુદા શહેરોમાંથી જરીની ખપત ખૂબ જ ઘટી ગઈ હોવાની ચર્ચા મિટિંગમાં કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.