કોરોના ઇફેક્ટ / સોશિયલ ડિસ્ટન્સિંગ બનાવવા SBIના ટાઇમિંગમાં ફેરફાર કરાયો, હવે બેંક 3 ટાઇમ સ્લોટમાં કામ કરશે

દેશની સૌથી મોટી સરકારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ કોરોના વાઇરસના ફેલાવાને રોકવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા બેંકની બ્રાંચના ખૂલવાના સમયમાં ફેરફાર કર્યો છે. SBIના મેનેજિંગ ડિરેક્ટર રિટેલ બેંકિંગ પી.કે.ગુપ્તાએ કહ્યું કે, દેશભરની બેંક બ્રાંચમાં કામ કરવા માટે ત્રણ નવા ટાઇમ સ્લોટ બનાવવામાં આવ્યા છે. આ ટિમ સ્લોટ રાજ્યોની સલાહ લીધા બાદ બનાવવામાં આવ્યા છે.

આ હશે નવા ટાઇમ સ્લોટ

પી.કે.ગુપ્તાના જણાવ્યા અનુસાર કેટલાક રાજ્યોમાં બેંક શાખાઓ સવારે 7થી 10 સુધી કાર્યરત રહેશે. કેટલાક રાજ્યોમાં સવારે 8થી 11 સુધી અને કેટલીક બ્રાંચ સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી કાર્યરત રહેશે. SBI બેંક તેની દરેક બ્રાંચમાં માસ્ક અને સેનિટાઇઝર આપી રહી છે. બેંકોમાં આવનારા દરેક ગ્રાહકે લાઇનમાં 1 મીટરનું અંતર જાળવવા કહેવામાં આવી રહ્યું છે. બેંકના એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને ઓલ્ટરનેટિવ ડેઝ અનુસાર કામ કરવા જણાવાયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.