કોરોના વાયરસની વાત નિકળે ત્યારે ફેફસા અને શ્વાસનળી સાથે જ જોડવામાં આરોનાની અસરથી હ્વદયની માંસપેશીઓમાં સોજો જણાયો કોરોના બીમારીથી શ્વાસની તકલીફ વિના પણ મોત થયાં છે
કોરોના વાયરસની વાત નિકળે ત્યારે ફેફસા અને શ્વાસનળી સાથે જ જોડવામાં આવે છે. જેમાં સૂકી ખાંસી,શ્વાસની તકલીફ અને ન્યૂમોનિયા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે જો કે અમેરિકા, ઇટલી, ચીન અને જાપાનમાં થયેલા વિવિધ સંશોધન મુજબ કોવિડ-૧૯થી ગંભીર રીતે પીડાતા દર્દીઓને નોવેલ કોરોના એટલે કે સાર્સ સીઓવી-૨ વાયરસ થી મગજ, કિડની, હ્વદય અને ત્વચાને પણ નુકસાન થઇ શકે છે. નવાઇની વાત તો એ છે કે તંદુરસ્ત હ્વદય ધરાવતા કોરોનાગ્રસ્ત વ્યકિતના હ્વદયની કોશિકાઓને પણ કોરોના નુકસાન કરે છે. સ્ટડીમાં જોવા મળ્યું કે જે દર્દીઓને હ્વદયની કોઇ જ બીમારી ન હતી તેમને કોરોના વાયરસની અસરથી માયોકાર્ડિડિસ એટલે કે હ્વદયની માંસપેશીઓમાં સોજો આવ્યો હતો. આ નુકસાન કોરોના વાયરસથી બચવા શરીરમાં સક્રિય થયેલા પ્રતિ રક્ષા તંત્રના કોઇ ઇન્ફેકશનથી થયું કે કોરોના વાયરસથી એ બાબતે હજુ સંશોધન ચાલું છે. જો કે કોરોના વાયરસ પહેલા ભૂતકાળમાં ફેલાયેલા સાર્સ અને મર્સ વાયરસથી દર્દીઓના હ્વદયને નુકસાન થયું હતું અને નોવેલ કોરોના પણ સાર્સ અને માર્સ વાયરસને ખૂબ મળતો આવે છે.
જર્મનીની જયુરિચ યૂનિવર્સિટી હોસ્પિટલના નિષ્ણાતોએ કોવિડ -૧૯થી મુત્યુ પાંમેલી વ્યકિતના શરીરની ઓટોપ્સી દરમિયાન નોવેલ કોરોના વાયરસથી નસોમાં આંતરિક સોજાના પરીણામે હ્વદયને નુકસાન જોવા મળ્યું હતું એટલું જ નહી પુલ્મનરી એબોલિજ્મની અસર શરીરમાં લોહીના પુરવઠા પર થતી હોવાથી મગજ સહિતના અંગો કામ કરતા અટકી જાય છે. અગાઉ ફેલાયેલા સાર્સ અને મર્સ વાયરસે પણ ચેતાતંત્ર દ્વારા મગજને નુકસાન પહોંચાડયું હતું આથી નોવેલ કોરોનાની પણ શરીરના અંગો પર થતી અસર પર સંશોધનો ચાલી રહયા છે. જાપાનમાં કોવિડ-૧૯ની બીમારી ધરાવતા એક દર્દીને વાઇનો હુમલો થતા ડોકટરોને માલૂમ પડયું કે તેના મગજ પર સોજો આવ્યો હતો. કોવિડ-૧૯ પોઝિટિવ વ્યકિતઓના શ્વાસની તકલીફ વિના પણ મોત થયા હોવાના ઉદાહરણો મળે છે. જો કે વાયરસથી બ્રેઇન સ્ટ્રોક આવી શકે છે કે નહી તે જાણવા મળતું નથી.
કિડનીની બીમારીવાળાને ડાયાલિસીસની જરૂર પડી શકે છે
કોવિડ-૧૯ના દર્દીને જયારે ન્યૂમોનિયા હોય અને વેન્ટીલેટર પર સારવાર આપવી પડે એવી સ્થિતિ હોય ત્યારે કિડનીને નુકસાન થવાની શકયતા રહે છે એટલું જ નહી ડાયાલિસિસની જરુર પડી શકે છે. જો કે કોરોના મટે એની સાથે કિડનીની બીમારી પણ સારી થઇ જાય છે એ જાણવા મળતું નથી. કોવિડ-૧૯ બીમારીથી ઘણાને ત્વચા પર જુદી જુદી અસર જોવા મળી છે જેમાં ઘણા દર્દીઓના પગના અંગુઠા પર અછબડા અને ચિકન પોક્સ આકારના જાંબલી રંગના ધબ્બા જોવા મળ્યા હતા. આમ નોવેલ કોરોના (સાર્સ સીઓવી-૨ વાયરસ( માણસની ત્વચા પર પણ અસર કરે છે જો કે તબીબોનું માનવું છે અમૂકને જ કેમ ચકામા પડે છે એનું કારણ સ્પષ્ટ થતું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.