કોરોનાનાં ગંભીર દર્દીઓને હવે નહી આપવામાં આવે એજીથ્રોમાઇસિન, આરોગ્ય મંત્રાલયએ પ્રતિબંધ ફરમાવ્યો

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ કોરોના વાયરસથી સંક્રમિત ગંભીર દર્દીઓને એજીથ્રોમાઇસિનની દવા આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

એજીથ્રોમાઇસિનને હાઇડ્રોક્સીક્લોરોક્વીન(HCQ)નાં કેોમ્બિનેશનની સાથે કોરોનાનાં ગંભીર દર્દીઓની સારવાર માટે આપવામાં આવતી હતી.

આરોગ્ય મંત્રાલયનાં અનુસાર એજીથ્રોમાઇસિન કોરોના વાયરસનાં દર્દીઓ માટે બહું ફાયદાકારક સાબિત થઇ રહી ન હતીં.

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં સંસોધકોએ દાવો કર્યો હતો કે કોરોનાનાં દર્દીઓને આપવામાં આવતી દવા હાઇડ્રોક્લોરોક્વિન અને એજીથ્રોમાઇસિન તેમના માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

સંસોધકોનો દાવો છે કે બંને દવાઓ એક સાથે આપે અથવા અલગ-અલગ બંને સ્થિતિઓમાં દર્દીઓનાં કાર્ડિયોવેલ્કુલર સિસ્ટમ પર ખરાબ પ્રભાવ પડે છે, એ જીવલેણ સાબિત થઇ શકે છે.

હેલ્થ જર્નલ સર્ક્યુલેશનમાં પ્રકાશિત સંસોધન મુજબ મેલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન અને એન્ટીબાયોટિક એજીથ્રોમાઇસિનની અસર માનવ શરીરનાં હ્રદય પર પડે છે, એવું મનાય છે કે કોરોનાનાં દર્દીઓની હ્રદયનાં ધબકારા તેજ અથવા ધીમા પડી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.