રાજધાની દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના લગભગ 1500 લોકો ભલે પોતાની જાતને ત્યાં ફસાયેલા હોવાનું જણાવી રહ્યાં હોય પરંતુ જમાતના મુખિયાનો એક વાયરલ થયેલો ઓડિયો કંઈક અલગ જ હકીકત જણાવે છે. તબલીગી જમાતના મૌલાના સાદનો એક કથિત ઓડિયો સામે આવ્યો છે જેમાં તે કોરોના વાયરસનો ઉલ્લેખ કરી રહ્યાં છે.
મૌલાના સાદ કોરોનાને લઈ કહે છે કે, મરવા માટે મસ્જિદથી વધારે બીજી કોઈ સારી જગ્યા હોઈ જ ના શકે. આ બાબત સ્પષ્ટ કરે છે કે, મૌલાના એ બાબત સારી રીતે જાણતા હતાં કે, આ રીતે એકત્ર થવાથી કોરોના વાયરસનું જોખમ વધારે છે.
તબલીગી જમાતના કારણે દેશમાં કોરોના વાયરસના દર્દીઓના કેસ વધી રહ્યાં છે. ત્યારે હવે જમાતના મુખિયાનો એક ઓડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જમાતના મુખિયા મૌલાના સાદ અનેક બાબતે પોતાનો મત વ્યક્ત કરે છે. આ દરમિયાન અહીં હારજ લોકોમાં ઘણા લોખો ઉધરસ ખાતા પણ સંભળાય છે. જે દર્શાવે છે કે, આ જલસામાં કોરોના વાયરસે પહેલા જ દસ્તક દઈ દીધી હતી પરંતુ તેને સંપૂર્ણ રીતે નજર અંદાજ કરવામાં આવ્યો હતો.
મૌલાના સાદ ઓડિયોમાં કહેતા સંભળાય છે કે, એ વિચાર જ બેકાર છે કે, મસ્જિદમાં ભેગા થવાથી બિમારી ફેલાય છે, પણ હું કહેવા માંગુ છું કે, જો તમને એવુ દેખાય કે મસ્જિદમાં આવવાથી માણસ મરી જશે તો મરવા માટે આનાથી વધારે સારી બીજી કોઈ જગ્યા હોઈ જ ના શકે.
વાયરલ ઓડિયોમાં મૌલાના સાદ આગળ કહી રહ્યાં છે કે, અલ્લાહ પર વિશ્વાસ રાખો, કુરાન નથી વાંચવાને અખબાર વાંચો છો એટલે જ ડરી જાવ છો અને ભાગી જાવ છો. અલ્લાહ કોઈ પણ મુસીબત એટલે જ લાવે છે કે, તે પણ પરખી શકે કે મારો બંદો શું કરી શકે છે. તેઓ આગળ ઉમેરે છે કે, કોઈ કહે છે કે મસ્જિદને બંધ કરી દેવી જોઈએ, તાળા મારી દેવા જોઈએ કારણે તેનાથી બિમારી વધશે તો આ પ્રકારનો વિચાર તમે તમારા મનમાંથી કાઢી નાખો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.