અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હારી ચુકેલા ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા પણ વિવાદોમાં સપડાઈ છે.
ઈવાન્કાને કોરોના ગાઈડલાઈનનુ પાલન નહીં કરવાના કારણે પોતાના બાળકોને સ્કૂલમાંથી ઉઠાડી લેવા પડ્યા છે.ઈવાન્કા અને તેમના પતિ જેરેડ કુશનરે પોતાના ત્રણ બાળકોનુ બીજી સ્કૂલમાં એડમિશન કરાવ્યુ છે.
સ્કૂલના સત્તાધીશોના કહેવા પ્રમાણે ઈવાન્કા અને જેરેડે સંખ્યાબંધ વખત વાલીઓ માટે આપવામાં આવેલી કોરોના ગાઈડલાઈનનુ ઉલ્લંઘન કર્યુ હતુ.સીએનએનના રિપોર્ટ પ્રમાણે ઈવાન્કા અને તેમના પતિએ ઘણી વખત સ્કૂલના પેરેન્ટ હેન્ડબૂકમાં લખાયેલી ગાઈડ લાઈનનુ પાલન કર્યુ નહોતુ અને તેને લઈને ઘણી ફરિયાદો ઉભી થઈ હતી.
બીજા વાલીઓએ ફરિયાદ કરી હતી કે, ઈવાન્કા માસ્ક પહેરતી નહોતી અને પિતા સાથે ચૂંટણીની ડિબેટમાં પણ તેમણે માસ્ક પહેર્યો નહોતો.એટલુ જ નહી ટ્રમ્પ અને મેલાનિયા જ્યારે કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે પણ ઈવાન્કાએ પોતાને ક્વોરેન્ટાઈન કરી નહોતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.