– અમદાવાદમાં પ્રતિ કલાકે સરેરાશ 14 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવે છે
છેલ્લા 10 દિવસમાં કુલ 4368 કેસ
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં જ કોરોનાના કુલ 1068 કેસ નોંધાયા છે અને 260 વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ, છેલ્લા 10 દિવસની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પ્રતિ કલાકે 18 નવા કેસ નોંધાય અને 1 વ્યક્તિ મૃત્યુ પામે છે.
ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 12905 થઇ ગયો છે અને અત્યારસુધી કુલ 773 વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ, કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને છે. ગુજરાતમાં હાલ છેલ્લા 22 દિવસથી સતત કોરોનાના દરરોજના 300થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. જેના
જેના ઉપરથી જ ગુજરાતમાં કોરોના કેટલું વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે તેનો અંદાજ આવી શકે છે. બીજી તરફ અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કુલ 3363 કેસ નોંધાયા છે.
આ સ્થિતિએ અમદાવાદમાં પ્રતિ કલાકે સરેરાશ 14 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. ગુજરાતમાં કોરોનાના જે કુલ કેસ નોંધાયા છે તેમાંના 73.19% માત્ર અમદાવાદમાંથી છે.
આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુ થયા છે તેમાંના 80 ટકા માત્ર અમદાવાદમાંથી જ નોંધાયા છે. દેશના જે શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં મુંબઇ બાદ અમદાવાદ બીજા સ્થાને છે. મુંબઇમાં કોરોનાથી 841 વ્યક્તિના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસ-મૃત્યુ
તારીખ કેસ મૃત્યુ
12 મે 362 24
13 મે 364 29
14 મે 324 20
15 મે 340 20
16 મે 1057 19
17 મે 391 34
18 મે 366 35
19 મે 395 25
20 મે 398 30
21 મે 371 24
કુલ 4368 260
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.