કોરોના ગુજરાત LIVE / 191 નવા કેસ, 15 મોત, 191માંથી 169 કેસ અને 15માંથી 14 મોત અમદાવાદમાં

ગુજરાતમાં કોરોનાનો ચેપ પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. કોરોના અંગે અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યના 30 જિલ્લામાં કોરોનાનો ચેપ ફેલાયો છે. હજુ ત્રણ જિલ્લા સુધી આ ચેપ પહોંચ્યો નથી. સંક્રમણ ધીમું કેવી રીતે પડે તે જરૂરી છે. સંક્રમણ ધીમું પડે તે માટે તંત્ર એલર્ટ છે. આ લડત હજુ બે મહિના ચાલશે. લોકોએ ખૂબ સહયોગ આપ્યો છે. ગંભીર બીમારી ધરાવતા લોકોએ સાચવવાની જરૂર છે. ખોટી અફવા ફેલાવવાની જરૂર નથી અને ગભરાવવાની જરૂર નથી. દરેક વ્યક્તિ સહકાર આપશે તો જંગ ઝડપથી જીતી શકીશું. કેન્દ્રના પરિપત્રથીવેપારીઓમાં અસમંજસ, દુકાન ખોલવી કે બંધ રાખવી તેને લઇને મૂંઝવણ ગૃહમંત્રાલયની મોડી રાત્રે આવેલી ગાઈડલાઈનના કારણે રાજ્યભરના દુકાનદારો અને શોરૂમના માલિકોમાં અસમંજસ જોવા મળી રહ્યો છે. દુકાનદારો દુકાન ખોલવી કે બંધ રાખવી તેને લઇને મૂંઝવણ અનુભવી રહ્યાં છે. કોર્પોરેશનની હદમાં અને મ્યૂનિસિપાલ્ટીની હદમાં આવેલા તમામ દુકાનદારો મૂંઝવણમાં છે. બીજી બાજુ પોલીસને પણ હજુ પૂરતી માહિતી ન હોવાથી બહાર નીકળતા દુકાનદારોને પોલીસ રોકી રહી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોર્મર્સના પ્રમુખે જણાવ્યું છેકે, આજે 11 વાગ્યે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે. સરકાર જે નિર્ણય જારી કરશે તેને માન્ય રાખીને રાજકોટમાં વેપાર ઉદ્યોગ શરૂ કરવામાં આવશે.

રાજ્યમાં શુક્રવારે 191 નવા પોઝિટિવ કેસ નોઁધાયા હતા આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2817 થઇ હતી જ્યારે વધુ 15 દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક 127એ પહોંચ્યો છે. શુક્રવારે વધુ 7 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા અને આમ કુલ 265 લોકોએ કોરોના સામે જંગ જીતી લીધો છે. હજુ બુધવારે જ દિવ્ય ભાસ્કરે ગુજરાત સરકારના કોરોના પોઝિટિવ કેસ ઘટાડવા માટે ટેસ્ટની સંખ્યા ઘટાડવાના નકારાત્મક પ્લાન અંગે સમાચાર છપાયા બાદ આખો દિવસ ગુજરાત સરકાર ખુલાસા કરતી રહી કે ટેસ્ટની સંખ્યા ઘટશે નહીં પરંતુ તે કુલ ક્ષમતા અનુસાર 3000ની રહેશે પરંતુ શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 1500થી પણ ઓછા ટેસ્ટ થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.