કોરોના: ગુજરાતમાં લોકડાઉન-3માં સૌથી વધુ કેસ નોંધાયા

– ગુજરાતમાં છેલ્લા બે સપ્તાહથી દરરોજના 300થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે

 

મહામારી કોરાનાને પગલે જાહેર કરવામાં આવેલા લોકડાઉન-3ની 17 મે ના સમાપ્તિ થઇ છે. અગાઉના બંને લોકડાઉન કરતા લોકડાઉન-3 દરમિયાન ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. લોકડાઉન – 3 દરમિયાન ગુજરાતમાં કોરોનાના કુલ 6176 કેસ નોંધાયા હતા અને કુલ 415ના મૃત્યુ થયા હતા.

ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ 19 માર્ચે નોંધાયો હતો. આ પછી 19થી 24 માર્ચ દરમિયાન ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 35 હતી. 25 માર્ચથી લોકડાઉન-1નો પ્રારંભ થયો. 14 એપ્રિલના એટલે કે 21 દિવસ બાદ લોકડાઉન-1 સમાપ્ત થયું અને એ સમયગાળામાં ગુજરાતમાં કોરોનાના કુલ 615 કેસ નોંધાયા હતા અને 28નું મૃત્યુ થયું હતું.

આમ, લોકડાઉન-1 વખતે કોરોનાના દરરોજના સરેરાશ 29 કેસ નોંધાઇ રહ્યા હતા. જોકે, લોકડાઉન-2 સાથે જ કોરોનાએ જાણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો.

15 એપ્રિલથી 3 મેના લોકડાઉન-2 દરમિયાન ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 4813 થઇ હતી જ્યારે મૃત્યુઆંક 184 થયો હતો. લોકડાઉન-3નો પ્રારંભ 4 મેથી થયો હતો. 4 થી 16 મે દરમિયાન ગુજરાતમાં કોરોનાના 6176 કેસ નોંધાયા હતા જ્યારે 341ના મૃત્યુ થયા હતા.

બીજી તરફ અમદાવાદમાં લોકડાઉન-1માં 360, લોકડાઉન-2માં 3236 અને લોકડાઉન-3માં 4908 કેસ નોંધાયા છે. આમ, અગાઉના બંને લોકડાઉન કરતા લોકડાઉન-3માં કેસમાં વધારો થયો છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી દરરોજના સરેરાશ 300થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.