દેશમા કોરોના વાઇરસના વધી રહેલા કેસો વચ્ચે સુવિધાઓનો અભાવ પડી રહ્યો છે. જેથી ઉત્તરપ્રદેશ કોરોના હોસ્પિટલમા 1 લાખ કોરોના બેડ બનાવનાર પ્રથમ રાજ્ય બન્યુ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એલ-1, એલ-2 અને એલ-3 હોસ્પિટલમા મે મહિનાના આખરમા કુલ 1 લાખ સુધીના બેડ બનાવવાના આદેશ આપ્યા હતા.
કોરોના દર્દીઓને મળશે આધુનિક સુવિધાઓ
રાજ્યમા દર 75 જિલ્લામા લેવલ-1 અને લેવલ-2 હોસ્પિટલ સંપૂર્ણ રીતે તૈયાર છે. જો કે રાજ્યમા લેવલ-3ની પણ 25 હોસ્પિટલ બનાવવામા આવી છે.
કોરોનાના સામાન્ય દર્દીઓ માટે લેવલ-1 અને લેવલ-2 હોસ્પિટલમા રાખવામા આવશે અને કોરોનાના અતિ ગંભીર દર્દીઓ માટે લેવલ-3ની હોસ્પિટલમા દાખલ કરવામા આવશે.
લેવલ-1 અને 2મા સામાન્ય બેડ સિવાય ઓક્સિજન અને કેટલાકમા વેન્ટીલેટરની સુવિધા હશે. જો કે લેવલ-3ની હોસ્પિટલમા વેન્ટીલેટર, આઇસીયુ અને ડાયલિસિસની વ્યવસ્થાઓ સાથે ગંભીર દર્દીઓ માટે બધા જ પ્રકારની સુવિધાઓ મળશે.
મે મહિનામા બેડની વ્યવસ્થાના આપ્યા હતા આદેશ
ટીમ-11ની બેઠકમા સીએમ યોગી અન્ય રાજ્યોમાંથી આવેલા કારીગરો અને મજૂરોના સ્વાસ્થ્યની દરરોજ સમીક્ષા કરે છે. કોરોનાનો જડમૂળથી નાશ કરવા સ્વાસ્થ્ય સેવાઓ માટે બધા જ પ્રયાસો કરવાનો આદેશ આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.