Corona India Live : દેશમાં કોરોનાના કારણે 14 દિવસમાં 10 લોકોના મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધારે 101 કેસ,બીજા નંબરે કેરળ

દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 523 થઈ ગઈ છે, જ્યારે 10લોકોના મોત થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 101 કેસની પુષ્ટી થઈ ચુકી છે. બીજા નંબરે કેરળ છે. સાથે જ મંગળવારે મણિપુરમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. 23 વર્ષીય સંક્રમિત યુવતી તાજેતરમાં જ બ્રિટનથી પાછી આવી હતી. સંક્રમણને ફેલાવાથી રોકવા માટે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પુરી રીતે લોકડાઉનની જાહેરાત કરી છે.આ સાથે જ ચૂંટણી પંચે 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની 55 બેઠકો માટેની ચૂંટણી રદ કરી દીધી છે. દેશમાં ચાલી રહેલી મહામારીને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન મોદી આજે દેશને સંબોધિત કરશે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.

અપડેટ્સ

બેંગ્લોરમાં બે દિવસમાં 10 હજાર લોકોને હોમ ક્વોરન્ટાઈનના સ્ટેમ્પ મારવામાં આવ્યા

આરોગ્ય અધિકારી, સિવિલ બોડી અને પોલીસ દ્વારા છેલ્લા બે દિવસમાં બેંગ્લોરમાં 10 હજાર લોકોને હોમ ક્વોરન્ટાઈનના સ્ટેમ્પ મારવામાં આવ્યા છે. સિવિલ બોડી કમિશ્નર બીએચ અનિલ કુમારે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં 600 ટીમ દ્વારા 10 હજાર લોકોને હોમ ક્વોરન્ટાઈનના સ્ટેમ્પ મારવામાં આવ્યા છે. જેમના ઘરે ક્વોરન્ટાઈનના પોસ્ટર લગાડવામાં આવ્યા છે તે લોકોના ઘરની મુલાકાત ન લેવા લોકોને કહેવાયું છે.

મહારાષ્ટ્રઃ ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું મુંબઈ અને ભિવંડી વિસ્તારોના ગોડાઉનમાં 15 કરોડ રૂપિયા કિંમતના ૨૫ લાખ માસ્ક જપ્ત કર્યા છે. જેમાંથી ૩ લાખ N-95 માસ્ક હતા. જેમાં 4 લોકોની ધરપકડ કરાઈ છે અને અન્ય બે લોકો હજુ ફરાર છે.

12:02 PMજમ્મુ કાશ્મીરની સરકારે 11 મોટી હોસ્પિટલોને કોરોના વાઈરસના શંકાસ્પદોની સારવાર કરવા માટે ફાળવી દેવાઈ છે. સરકારે SKIMS મેડિકલ કોલેજ, બેમિના, સીડી હોસ્પિટલ શ્રીનગર, જેએલએનએમ હોસ્પિટલ શ્રીનગર અને પોલિસ હોસ્પિટલ, આખા શ્રીનગરની હોસ્પિટલોને આઈસોલેશનના

હેતુસર ફાળવી દેવાઈ છે.

11:45 AM દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસનો એક પણ કેસ સામે આવ્યો નથી. સાથે જ પાંચ લોકોને પણ સારવાર બાદ ડિસચાર્જ કરી દેવાયા છે. આ એક મોટો પડકાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.