કોરોના સામેની લડાઈમાં વૈશ્વિક સ્તરે ભારતની નોંધ લેવાઈ રહી છે
પર્યટકોના ફેવરિટ એવા યુરોપિયન દેશ સ્વીટર્ઝલેન્ડે પણ કોરોના સામેની લડાઈમાં ભારતને સન્માન આપ્યુ છે. સ્વીટર્ઝલેન્ડના આલ્પ્સ પર્વતમાળામાં આવેલા 14000 કરતા વધારે ફૂટ ઉંચા મેટરહોર્ન પર્વતને લાઈટ આર્ટિસ્ટ ગેરી હોપસ્ટેટરે લાઈટિંગની મદદથી તિરંગા અને દેશના નકશા વડે રોશન કર્યો હતો. સોશ્યલ મીડિયા પર આ તસવીર લોકોના દીલ જીતી રહી છે. ભારતના વિદેશ સેવાના એક અધિકારી ગુરલીન કૌરે આ તસવીર ટ્વિટ કરતા કહ્યુ હતુ કે, સ્વીટર્ઝલેન્ડે બતાવ્યુ છે કે, તે કોરોના સામેની લડાઈમાં ભારતની સાથે છે. હિમાલયથી લઈને આલ્પ્સ સુધીની દોસ્તી માટે સ્વીટર્ઝલેન્ડનો આભાર.
દરમિયાન પીએમ મોદીએ આ તસવીર પોતે પણ રિટ્વિટ કરી હતી અને કહ્યુ હતુ કે, દુનિયા આખી કોરોના સામે લડી રહી છે. માનવતાની આ રોગચાળા પર અવશ્ય જીત થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.