કોરોનાનુ જોખમ, આ રાજયમાં ધાર્મિક સ્થળો સામે પોલીસ કાર્યવાહી શરુ કરાઈ

 

ભારતના અલગ-અલગ રાજ્યોમાં લોકડાઉનની જાહેરાત પણ કરવામાં આવી રહી છે ત્યારે કેરાલા સરકારે કોરોના માટેની ગાઈડ લાઈનનુ પાલન નહી કરી રહેલા ધાર્મિક સ્થળો સામે પોલીસ કાર્યવાહી શરુ કરી છે.

કેરાલા પોલીસે સરકારના નિર્દેશોનુ પાલન નહી કરીને જાહેર કાર્યક્રમો યોજનારા ધાર્મિક સ્થળો સામે કેસ કરવાના શરુ કર્યા છે. જેમ કે કેરાલામાં એક જગ્યાએ શ્રી કૃષ્ણ સ્વામી મંદિરના આયોજકો પર એક શોભાયાત્રા કાઢવા સામે કેસ કરી દીધો છે. આ સરઘસમાં 300 જેટલા લોકો ભેગા થયા  હતા.

આ જ રીતે પેરુવંથાનમ વેલિકયાકાવુ મંદિર તેમજ ત્રિચામ્બરમ શ્રીકૃષ્મ સ્વામી મંદિર ઉત્સવના આયોજકો સામે પણ કાર્યવાહી કરાઈ છે.

દાકીમુલા જુમા મસ્જિદ પર પણ કાર્યવાહી કરાઈ છે. જ્યાં 100થી વધારે લોકો ભેગા થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.