કોરોના જ્યાંથી ફેલાયો તે વુહાનમાં 77 દિવસનુ લોકડાઉન ખતમ, જશ્નનો માહોલ

દુનિયાભરમાં કોરોના વાયરસ જ્યાંથી ફેલાયો છે તે ચીનના વહુલાન શહેરમાં 11 સપ્તાહનો એટલે કે 77 દિવસનુ લોકડાઉન ખતમ થયુ છે.

વુહાનના લોકડાઉનનુ જ મોડેલ દુનિયાના ઘણા દેશોએ અપનાવ્યુ છે.જોકે હવે વુહાનમાં સરકારે લોકોને બહાર નિકળવાની મંજુરી આપી છે. આ

શહેરમાં બુધવારે મધરાતથી 1.1 કરોડ લોકોને ક્યાંય જવાવ આવવા માટે વિશેષ પરવાનગીની જરુર નહી હોય.હા તેઓ સ્વસ્થ હોવા જરુરી છે.

લોકડાઉન પુરુ થવા નિમિત્તે વુહાનમાં ભવ્ય રોશની કરવામાં આવી હતી.એક લાઈટ શોનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. લોકો આ જાહેરાતને વધાવવા માટે મોટી સંખ્યામાં ઘરોની બહાર નીકળી પડ્યા હતા.

સેંકડો લોકો શહેરની બહાર જવા માટે આતુર દેખાયા હતા તો કેટલાક લોકો નોકરી પર જવા માટે તૈયાર જોવા ણળ્યા હતા.

વુહાનમાં 50000 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા હતા. 2500 જેટલા લોકોના એકલા વુહાન શહેરમાં જ મોત થયા હતા. ડિસેમ્બરમાં કોરોનાનો પહેલો દર્દી વુહાન શહેરમાંથી મળી આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.