દેશમાં કોરોનાવાયરસનો કહેર કૂદકે ભૂસકે વધી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે કોરોના પોઝીટીવ કેસોમાં નંબર વન આવવાની રેસ લાગી હોય એવું લાગે છે. જે રીતે ગુજરાતમાં પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે, તે જોતા હવે ગુજરાત સરકારે કોરોનાનાં દર્દીઓની સંખ્યા ઘટાડવા માટે એક ટ્રીક આપનાવી છે, સરકારે હવે રાજ્યમાં રોજનાં 2000ની મર્યાદામાં જ ટેસ્ટ કરવાનું નક્કી કર્યુ છે. અત્યાર સુધી દરરોજ 3000 જેટલાં ટેસ્ટ થતાં હતા. જેને હવે ઘટાડીને 2000 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
એક સમયે 24 કલાકમાં રાજ્યમાં 4000ની આસપાસ ટેસ્ટ કરવામાં આવતા હતા, તેની સામે હવે આ આંકડો અડધો કરી દેવામાં આવ્યો છે. આરોગ્ય સચિવ કહે છે કે, હવે હોટસ્પોટ વિસ્તારમાં વધારે ટેસ્ટ કરવાની જરૂર નથી. બે દિવસ ટેસ્ટની સંખ્યા ઘટી તો સામે પોઝીટીવ કેસો પણ ઘટ્યા છે. રાજ્યમાં કેસોની સંખ્યામાં તીવ્ર ઉછાળો ન નોંધાય તે માટે જ્યાં કોરોનાનો પ્રકોપ વકર્યો છે એવાં મોટા શહેરોમાં ટેસ્ટની સંખ્યા સિમિત કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
સરકારની અનોખો પ્રયોગ
વડોદરામાં દરરોજનાં માત્ર 150 ટેસ્ટ કરવાના રહેશે જ્યારે અમદાવાદમાં પણ ટેસ્ટની સંખ્યા ઘટાડીને 1,250 જેટલી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ICMRની ભલામણ મુજબ વધુને વધુ માસ સેમ્પલિંગની જરૂર છે. ત્યારે કોરોનાને કાગળ પર કાબુમાં દેખાડવાની હિડન સ્ટ્રેટેજીના ભાગરૂપે ટેસ્ટની સંખ્યા સીમિત કરી દેવાની રણનીતિ સરકાર દ્વારા અપનાવાઇ છે અને તેના કારણે જ અગાઉ રાજ્યમાં દૈનિક ટેસ્ટનો સૌથી વધુ આંકડો 3513 હતો તેની સંખ્યા ઘટીને 2516 થઇ ગઇ છે.
ગત સપ્તાહે શનિવારથી સળંગ 5 દિવસ કોરોના વાઈરસની હાજરી જાણવા થયેલા ટેસ્ટની સંખ્યા પ્રતિ 24 કલાકે 2800થી 3500ની વચ્ચે રહ્યા બાદ બુધવારની સવારે છેલ્લાં 24 કલાકમાં માત્ર 2516 જેટલા જ ટેસ્ટ કર્યાનું જાહેર થતા ગુજરાત સરકારની મંશા સામે સવાલો ઉઠયા હતા.
14 એપ્રિલથી 22 એપ્રિલ સુધી કરાયેલાં ટેસ્ટ
તારીખ 24 કલાકમાં ટેસ્ટ પોઝિટિવ
14 એપ્રિલ 1733 78
15 એપ્રિલ 3213 116
16 એપ્રિલ 1706 163
17 એપ્રિલ 2535 170
18 એપ્રિલ 2664 277
19 એપ્રિલ 3002 367
20 એપ્રિલ 4212 196
21 એપ્રિલ 3513 239
22 એપ્રિલ 2516 229
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.