કોરોના વાઇરસના વધતા પ્રભાવને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઇમર્જન્સી જાહેર કરી છે. ટ્રમ્પે આ વાઇરસ સામે લડવા સંઘીય મદદ (ફેડરલ સહાય) તરીકે 50 અરબ ડોલરની જાહેરાત કરી છે. અમેરિકામાં 20 વર્ષ બાદ કોઇ ચેપી રોગને રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. આ પહેલા વર્ષ 2000માં તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને વેસ્ટ નીલે વાઇરસ (West Nile virus) નો સામનો કરવા માટે આવી ઇમર્જન્સીની જાહેરાત કરી હતી.
ટ્રમ્પે આ જાહેરાત દરમિયાન કહ્યું કે આગામી અઠવાડિયાઓમાં આપણા જીવનમાં પરિવર્તન અને ઘણો ત્યાગ કરવો પડશે. આપણા આ ત્યાગથી લાંબા ગાળે ઘણો લાભ થશે. આગામી આઠ આઠવાડિયા આપણા માટે ઘણા મહત્વપૂર્ણ રહેવાના છે. આ સાથે જ તેમણે કોરોના સામે લડવા માટે દરેક રાજ્યમાં ઇમર્જન્સી કેન્દ્રો સ્થાપના કરશે. બીજી તરફ, દુનિયામાં કોરોના વાઇરસના કારણે કુલ 1 લાખ 45 હજાર 634 કેસ સામે આવી ચુક્યાં છે. ભારતીય સમય અનુસાર શનિવાર સવાર સુધીમાં કુલ 5436 લોકોના મોત નીપજ્યાં છે
ટ્રમ્પ પર છેલ્લા ઘણા સમયથી 1988ના કાયદા અંતર્ગત ચેપી રોગ કોરોના વાઇરસને રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર કરવા દબાણ થઇ રહ્યું હતું. આ કાયદો સંઘીય ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સી (ફેમા)ને રાજ્ય સરકારોને ડિઝાસ્ટર ફંડ પુરુ પાડવું અને મદદ માટે ટીમને તૈનાત કરવાની પરવાનગી આપે છે. અમેરિકામાં આ પગલાનો ઉપયોગ ભાગ્યે જ કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.