કોરોનાવાયરસ સ્વાસ્થ્યના ક્ષેત્ર બાદ હવે દુનિયાભરના ઈક્વિટી માર્કેટને પણ પોતાની લપેટમાં લેવાનું શરૂ કરી દીધુ છે. કોરોનાના ખોફથી ભારત સહિત દુનિયાભરના લગભગ તમામ સ્ટોક માર્કેટમાં મોટાપાયે વેચવાલી જોવા મળી રહી છે. માર્કેટમાં ભારે વેચવાલીના કારણે દુનિયાભરના અબજોપતિઓને મોટુ નુકશાન પહોંચી રહ્યું છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, પુરી દુનિયાના ટોપ 500 અબજોપતિઓની સંપત્તિ 7 દિવસમાં લગભગ 444 અબજ ડોલર (લગભગ 31.52 લાખ કરોડ રૂપિયા)નો ઘટાડો જોવા મળી રહ્યો છે.
જાણકારોનું માનવું છે કે, વર્ષ 2008માં નાણાકીય સંકટ બાદ આ પહેલો એવો મોકો છે, જેમાં સ્ટોક માર્કેટ ઊંધા મોંઢે નીચે પડ્યું છે. એક અનુમાન અનુસાર, 2008ના નાણાકીય સંકટ દરમિયાન દુનિયાભરના માર્કેટમાં લગભગ 6 લાખ કરોડ ડુબ્યા હતા. દુનિયાભરના શેરમાર્કેટમાં લગભગ 6 લાખ કરોડ ડોલર ડુબ્યા હતા.
આ વર્ષના પહેલા બે મહિના એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન દુનિયાભરના ટોપ 500 સૌથી અમીર લોકોની સંપત્તિમાં કુલ 78 અબજ ડોલર (લગભગ 5.53 લાખ કરોડ ડોલર રૂપિયા)નો વધારો થયો હતો. પરંતુ, બજારમાં ભારે વેચવાલીના પગલે આ કમાણીને બચાવવી તો દૂરની વાત છે, છેલ્લા 7 દિવસમાં આ અબજપતિઓના 366 અબજ ડોલર અતિરિક્ત ડૂબી ચુક્યા છે. દુનિયાના ટોપ 3 અબજપતિઓની વાત કરીએ તો, અમેઝનના જેફ બેઝોસ, માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને એલવીએમએસના બર્નાર્ડ એરનોલ્ટની કુલ સંપત્તિમાં જ 30 અબજ ડોલર (લગભગ 2.21 લાખ કરોડ રૂપિયા)નો ઘટાડો નોંધાયો છે.
ભારતના સ્ટોક માર્કેટની વાત કરીએ તો, આઈટી સેક્ટરની કંપનીઓના પ્રમોટર્સની સંપત્તિમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. HCL, વિપ્રો અને ઈન્ફોસિસના પ્રમોટર્સની સંપત્તિમાં બે દિવસમાં જ 3.2 અબજ ડોલર (લગભગ 22,720 હજાર કરોડ રૂપિયા)નો ઘટાડો નોંધાયો છે. જો તમે આ લિસ્ટમાં TCSને પણ જોડો છો તો આ રકમ વધીને 9 અબજ ડોલર થઈ જાય છે. ભારતીય બજારમાં સૌથી વધારે નુકશાન એચસીેલના શિવ નાદર અને વિપ્રોના અજીમ પ્રેમજીની સંપત્તિમાં સૌથી મોટો ઘટાડો થયો છે. આ બંનેની કુલ સંપત્તિમાં ક્રમશ 1.6 અબજ ડોલર અને 1.4 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. આ સિવાય ભારતીય અબજપતિઓના લિસ્ટમાં કુમાર મંગલમ બિરલા, ઉદય કોટક પણ સામેલ છે, જેમની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.