દેશમાં અને દુનિયામાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના આંકડા સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. ત્યારે કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે વિવિધ રાજ્ય સરકારો તેની રોકથામ માટેના નિર્ણય કરી રહ્યા છે. ગઇ કાલે પંજાબ સરકારે કોરોનાના વધતા કેસને કાબૂમાં લાવવા માટે વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારે હવે પંજાબનું અનુસરણ કરતા પડોશી રાજ્ય હરિયાણામાં પણ સરકારે આવી જાહેરાત કરી છે. હરિયાણા સરકારે પણ શુક્રવારે જાહેર કર્યું છે કે રાજ્યમાં શનિવાર અને રવિવારના દિવસે લોકડાઉન રહેશે.
હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે જણાવ્યું કે રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે શનિવાર અને રવિવારે આવશ્યક સેવાઓને છોડીને સંપૂર્ણ લોકડાઉન લાગુ થશે. તેમણે ટ્વિટ કરીન જણાવ્યું કે શનિવાર અને રવિવારે જરુરી ચીજવસ્તુઓને છોડીને તમામ દુકાનો બંધ રહેશે. જો કે લોકોની આવન જાવન પર પ્રતિબંધ નહીં હોય. આ લોકડાઉન દરમિયાન માત્ર દુકાનો અને ઓફિસો ખોલવા પર પ્રતિબંધ રહેશે. ઉલ્લેખનીય છે કે હરિયાણામાં કોરોના કેસોની સંખ્યા 50 હજારને પાર પહોંચી છે, તો અત્યાર સુધીમાં 578 લોકોના જીવ ગયા છે.
પંજાબ સરકારે ગુરુવારે રાજ્યમાં વીકેન્ડ લોકડાઉન સાથે નાઇટ કર્ફ્યુની પણ જાહેરાત કરી છે. એટલે કે રાત્રિના 7 કલાકથી સવારના 5 કાલાક સુધી 167 શહેરોમાં કર્ફ્યુ લાગુ રહેશે. આ સિવાય 31 ઓગષ્ટ સુધી લગ્ન અને શોકસભા સિવાયના તમામ સમારોહ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.