છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાએ મચાવેલા કહેર વચ્ચે 14 લાખ ભારતીયો વિદેશથી પાછા ફર્યા છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના જેટલા પણ પોઝિટિવ દર્દીઓ છે તેમાંથી ઘણા ખરા વિદેશથી પાછા આવ્યા હતા અને તેમના સંપર્કમાં આવનારા બીજા વ્યકતિઓને કોરોના વાયરસનુ નિદાન થયુ હતુ.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યુ હતુ કે, હાલમાં દેશભરના આઈસોલેશન વોર્ડમાં 8000 લોકો એડમિટ છે. આ સંજોગોમાં લોકો ઘરમાં રહે અને કોઈના સંપર્કમાં ના આવે તે જરુરી છે.
ડો.હર્ષવર્ધને કહ્યુ હતુ કે, તમામ કોરોના વાયરસ દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી છે. દેશમાં બીજા 1.87 લાખ લોકો પર પણ નજર રખાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, દેશના 32 રાજ્યોમાં અત્યાર સુધીમાં અશંતઃ અથવા તો સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવાયુ છે. સરકાર દરેકને ઘરમાં રહેવા માટે અપીલ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.