કોરોનાના કહેરના કારણે આર્થિત કટોકટીનો સામનો કરી રહેલી જનતાને કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, રાજ્યના દરેક લોકોને તેમનું માર્ચ અને એપ્રીલનું બીલ આગામી 15 મે ના રોજ ભરવાનું રહેશે. કદાચ કોઈ વ્યક્તિ મોડુ ભરશે તો તેની ઉપર કોઈ પેનલ્ટી વસુલવામાં નહી આવે. આ ઉપરાંત તેનું કનેક્શન પણ કાપવામાં નહી આવે.
આ ઉપરાંત સીએમ રૂપાણીએ કહ્યું કે, હાલના સમયમાં વેપાર ધંધા બંધ હોવાના કારણે લોકો આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. જેને લઈને બીલમાં લેવામાં આવતા ફિક્સ ચાર્જિસ પણ નહી લેવામાં આવે માત્ર લોકોએ વપરાસની રકમ જ ભરવાની રહેશે. સીએમની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ઉર્જામંત્રી સૌરભ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ,, મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિતના લોકો ઉપસ્થિત હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.