કોરોના કાળમાં સરકારી નોકરી મળવાની શક્યતા; NTPC કરશે ભરતી,બે લાખ રૂપિયા સુધી પગારની ઑફર

 

 

કોરોના કાળમાં લૉકડાઉન અને બીજાં કારણોથી અનેક લોકોએ નોકરી-વ્યવસાય ગુમાવ્યા હતા. એવા લોકો માટે એક સારા સમાચાર છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા ભરતીની જાહેરાત આવી હતી. આ ભરતી મેડિકલ સ્પેશયલિસ્ટ્સ માટેની  છે. એમાં બાળરોગ નિષ્ણાત, સ્ત્રીરોગ નિષ્ણાત અને જનરલ મેડિસિનની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આ નોકરીમાં યોગ્ય ઉમેદવારોને બે લાખ રૂપિયા સુધીના પગારની ઑફર હતી.

મેડિકલ સ્પેશિલિસ્ટના 23 સ્થાનો ખાલી હોવાનું આ જાહેરાતમાં જણાવાયું હતું. એમાં 12 જનરલ મેડિસિન, પાંચ ગાયનેકોલોજિસ્ટ્સ અને છ પીડિએટ્રિક્સનો સમાવેશ થતો હતો. સરકારી જાહેરાતમાં જણાવાયા મુજબ જેમને અરજી કરવી હોય તેમણે ntpccareers.net વેબસાઇટ પર જઇને ત્યાંથી અરજીપત્રકો મેળવીને અરજી કરવાની છે.

આ જાહેરાતમાં યોગ્યતા પગાર અને અન્ય વિગતો પણ આપવામાં આવી હતી. સાથોસાથ એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મિનિમમ દરેક ઉમેદવારને બે વર્ષનો અનુભવ હોવો જરૂરી હતો. અરજી કરવાની છેલ્લી તારીખ સપ્ટેંબરની બીજી તારીખ હોવાનું આ ઘોષણામાં જણાવાયું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.