કોરોના કાળમાં સતત ચોથી વખત ધણધણી દિલ્હીની ધરા, પીતમપુરામાં 2.2ની તીવ્રતાનો ભૂકંપ

જ્યારે કોઈ પ્રાંતમાં વધારે તીવ્રતાનો ભૂકંપ આવે ત્યારે પછીના દિવસોમાં આફ્ટર શોકની શક્યતા વધી જાય

 

દિલ્હીમાં પાંચ દિવસની અંદર સતત બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે એટલે કે શુક્રવારે સવારે 11:28 કલાકે દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.2ની માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર દિલ્હીના પીતમપુરા ખાતે નોંધાયું હતું અને તેનું ઉંડાણ જમીનથી આઠ કિમી અંદર જણાયુ હતું.

જો કે, ભૂકંપની તીવ્રતા ખૂબ જ ઓછી છે માટે ભારે નુકસાનની કોઈ સંભાવના નથી પરંતુ માત્ર પાંચ જ દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા ચોંકાવનારી બાબત છે. અગાઉ 10મી મેના રોજ પણ દિલ્હી-એનસીઆરમાં 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

લોકડાઉન દરમિયાન છેલ્લા એક મહીનામાં સતત ચોથી વખત દિલ્હી-એનસીઆરમાં ધરતીકંપ આવ્યો છે. અગાઉ 12 અને 13મી એપ્રિલના રોજ પણ દિલ્હી-એનસીઆરની ધરતી ધણધણી ઉઠી હતી.

સ્કાયમેટના વાઈસ પ્રેસિડેન્ટ અને હવામાન વૈજ્ઞાનિક મહેશ પલાવતના કહેવા પ્રમાણે જ્યારે કોઈ પ્રાંતમાં વધુ તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે તેના થોડા દિવસોમાં જ ઓછી તીવ્રતાનો ભૂકંપ આવવાની સંભાવના વધી જાય છે જેને આફ્ટર શોક કહે છે. આફ્ટર શોકમાં જે ધરતીકંપ આવે તેની તીવ્રતા ઘણી વખત અડધી હોય છે અને તે ભારે નુકસાનકારક નથી હોતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.