બોલીવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચને પોતાના પ્રશંસકોનો પોતાના નિવાસ સ્થાનની બહાર એકઠા નહી થવા માટે અપીલ કરે છે.
મુંબઈ ખાતે આવેલા બીગ બીના ઘર જલસાની બહાર દર રવિવારે સાંજે પ્રશંસકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અમિતાભ બચ્ચન દર રવિવારે સાંજે પ્રશંસકોને પોતાની એક ઝલક મળે તે માટે ગેલેરીમાં ઉભા રહેતા હોય છે.
આ વણલખ્યો નિયમ વર્ષોથી ચાલતો આવ્યો છે.જોકે અમિતાભ બચ્ચને પ્રસંસકોને કોરોના વાયરસના કારણે આજે ઘરની બહાર ભેગા નહી થવા માટે અપીલ કરી છે. અમિતાભે કહ્યુ હતુ કે, મારા તમામ ફેન્સને મારી પ્રાર્થના છે કે, આજે તેઓ મારા ઘરની બહાર ના પહોંચે. હું પણ આજે આવવાનો નથી.રવિવારે આપણો કારય્ક્રમ કેન્સલ છે. સુરક્ષિત રહો.
બીગ બીએ ગઈકાલે પણ કોરોના વાયરસ સામે લોકોને સાવધ રહેવા માટે એક અપીલ સોશ્યલ મીડિયા પર કરી હતી. કોરોનાના કારણે હાલમાં તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રનુ શૂટિંગ પણ રોકી દેવાયુ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.