કોરોનાના કારણે 2008 જેવી મંદી ફરી આવશે, અર્થતંત્ર ખોરવાશે- ક્રિસ્ટીના લેગાર્ડેનો દાવો

કોરના વાયરસના (Corona) લીધે સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મંદીનો ઓછાયો ઘેરાઇ રહ્યો છે. આ વખતે યુરોપિયન સેન્ટ્રલ બેન્કના પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડે ચેતવણી ઉચ્ચારી કે, જો કોરોના વાયરસના સંક્રમણને જેમ બને તેટલું વહેલું નિયંત્રણમાં લેવામાં નહીં આવે તો વૈશ્વિક આર્થિક મંદી આવવાની આશંકા છે અને તેનાથી યુરોપિયન અર્થતંત્રને એક મોટો આંચકો લાગશે. આ સાથે તેમણે ગુરુવારે કેટલાંક પગલાં લેવામાં આવશે તેના સંકેત આપ્યા હતા.

ક્રિસ્ટીના લેગાર્ડે કોન્ફરન્સમાં યુરોપિયન યુનિયનના નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે, જો તેને રોકવામાં નિષ્ફળ ગયા તો આપણે એવી પરિસ્થિતિ જોઇશું જે વર્ષ 2008માં આવેલી વૈશ્વિક આર્થિક મંદીની યાદ અપાવશે. લેગાર્ડે કહ્યું કે, અમે નીતિ પગલાં લેવા માટે તમામ પાસાંઓનું નિરિક્ષણ કરીશું, ખાસ કરીને ‘સુપર-સસ્તુ’ ફન્ડિંગ ઉપલબ્ધ કરાવવા અને તરલતાની ખાતરી કરવાના ઉપાય અને ધિરાણનો પ્રવાહ બંધ ન થવા અંગે વિચારીશું.

તેમ છતાં તેમણે ભારપૂર્વક કહ્યું કે, કેન્દ્રીય બેન્કોના પગલાંઓ ત્યારે જ અસર કરશે જ્યારે સરકાર પોતાની મહ્દક્તિ તેની પાછળ કામે લગાડશે, બેન્કો અસરગ્રસ્ત ક્ષેત્રોને ધિરાણ સુવિધા આપી રહી છે કે નહીં તેની ખાતરી કરવાની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.