ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે મંગળવારે કહ્યું કે ભારત અત્યાર સુધીની સૌથી ખરાબ મંદીનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું , આઝાદી પછીની ચોથી અને ઉદારીકરણ પછીની આ પ્રથમ મંદી છે જે સૌથી ખરાબ છે.
ક્રેડિટ રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર કોરોના વાયરસ રોગચાળો અને તેના નિવારણ માટે ચાલુ ‘લોકડાઉન’ને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્રમાં 5 ટકાનો ઘટાડો થવાની ધારણા છે.
પ્રથમ ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 25 ટકા ઘટી શકે છે
ક્રિસિલે ભારતના જીડીપીના અંદાજ વિશે જણાવ્યું કે, “ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલથી જૂન) માં 25 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે.” તેણે કહ્યું, “વાસ્તવિક આધારે જીડીપીનો લગભગ 10 ટકા હિસ્સો કાયમી ધોરણે ખતમ થઇ શકે છે.
આવી સ્થિતિમાં આપણે રોગચાળા પહેલા જે વૃધ્ધી દર જોયો છે, તે આગામી ત્રણ નાણાકીય વર્ષો સુધી જોવા અથવા પ્રાપ્ત કરવાનું મુશ્કેલ બનશે.
અત્યાર સુધી ત્રણ વખત આવેલી મંદીનું મુખ્ય કારણ નબળુ ચોમાસું
ઉપલબ્ધ માહિતી અનુસાર, છેલ્લા 69 વર્ષમાં દેશમાં ફક્ત ત્રણ નાણાકીય વર્ષ 1957-58, 1965-66 અને 1979-80માં મંદીની સ્થિતી આવી છે. આનું કારણ દરેક વખતે એક સરખું હતું અને તે હતું ચોમાસાનો ફટકો.
જેનાથી ખેતીવાડીને અસર થઇ હતી અને પરિણામે અર્થતંત્રના મોટા ભાગને પડી હતી. ક્રિસિલે કહ્યું કે ચાલું નાણાકીય વર્ષ 2020-21માં મંદી કંઈક અલગ જ છે, કારણ કે આ વખતે કૃષિ મોરચે રાહત છે અને એમ માનીને ચોમાસું સામાન્ય રહેશે, તે મંદીનાં ઝટકાને હળવું કરી શકે છે.
સરકારના 20.9 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ વિશે, ક્રિસિલે કહ્યું કે તેમાં અર્થવ્યવસ્થાને રાહત આપવા માટે ટૂંકા ગાળાના પગલાંનો અભાવ છે પરંતુ ઘણા મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે, જે મધ્યમ ગાળામાં જોવા મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.