કોરોનાના કારણે પંજાબમાં એક દર્દીનું મોત, Covid-19ના સંક્રમણથી દેશમાં ચોથું મોત

કોરોના વાઈરસથી દેશમાં ચોથું મોત થયું છે. કોરોના વાઈરસના સંક્રમણના કારણે ચોથું મોત પંજાબમાં એક દર્દીનું મોત થયું છે. તે વ્યક્તિ ગત અઠવાડિયે જર્મનીથી પરત આવ્યો હતો અને બુધવારે તેનું મોત થયું હતું અને ગુરુવારે તેના બ્લડ સેમ્પલના રિપોર્ટમાં કોરોના પોઝિટિટ આવ્યો છે.

દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સંક્રમિત લોકોની સંખ્યા 180 થઈ છે, જેમાં 4 લોકોના મોત અને 15 સાજા થઈ ગયા છે એટલે કે કોરોના વાઈરસના એક્ટિવ કેસો 167 છે. કોરોનાથી મહારાષ્ટ્રમાં પીડિતોનો આંકડો વધીને 49 થયો છે. આ સિવાય આંધ્રપ્રદેશમાં 2, દિલ્હીમાં 10, હરિયાણામાં 1, કર્ણાટકમાં 14. કેરળમાં 27, પંજાબમાં 2, રાજસ્થાનમાં 7, તમિલનાડૂમાં 1, તેલંગણામાં 13, જમ્મુ કાશ્મીરમાં 4, લદ્દાખમાં 8, ઉત્તરપ્રદેશમાં 19, ઉત્તરાખંડમાં 1, ઓડિશામાં 1, છત્તીસગઢમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 1 કેસ સામે આવ્યો છે.

આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાત્રે આઠ વાગ્યે દેશમાં આ વાયરસના ફાટી નીકળવાના કારણે ઉદ્ભવી રહેલી પરિસ્થિતિ અને તેનો સામનો કરવાના પ્રયાસો અંગે સંબોધન કરશે તેમજ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.