દેશમાં વસતી ગણતરી અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ની કાર્યવાહીનો પ્રથમ તબક્કો આ વર્ષે શરૂ થવાનો હતો, પરંતુ કોરોના વાઈરસના કારણે આ કાર્યવાહી એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવી છે.
દેશમાં હાલ કોરોના વાઈરસની મહામારીના અંતના કોઈ સંકેત જોવા મળતા નથી. ભારતની વસતી ગણતરી વિશ્વમાં સૌથી મોટી વહીવટી અને આંકડાકીય કાર્યવાહી છે. આ કાર્યવાહીમાં 30 લાખથી વધુ અિધકારીઓ સામેલ થાય છે, જેઓ સમગ્ર દેશમાં પ્રત્યેક ઘરની મુલાકાત લે છે.
દેશમાં વસતી ગણતરી અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ની કાર્યવાહીનો પ્રથમ તબક્કો આ વર્ષે શરૂ થવાનો હતો, પરંતુ કોરોના વાઈરસના કારણે આ કાર્યવાહી એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવી છે. દેશમાં હાલ કોરોના વાઈરસની મહામારીના અંતના કોઈ સંકેત જોવા મળતા નથી.
ભારતની વસતી ગણતરી વિશ્વમાં સૌથી મોટી વહીવટી અને આંકડાકીય કાર્યવાહી છે. આ કાર્યવાહીમાં 30 લાખથી વધુ અિધકારીઓ સામેલ થાય છે, જેઓ સમગ્ર દેશમાં પ્રત્યેક ઘરની મુલાકાત લે છે.
એક વરિષ્ઠ અિધકારીએ જણાવ્યું હતુ ંકે, વસતી ગણતરી હવે આવશ્યક કાર્યવાહી નથી રહી. તે એક વર્ષ પાછી ઠેલાય તો પણ કોઈ સમસ્યા સર્જાતી નથી. વસતી ગણતરી 2021 અને એનપીઆરને અપડેટ કરવા માટેનો પ્રથમ તબક્કો ક્યારથી શરૂ કરાશે તે અંગે હજી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, પરંતુ એ બાબત નિશ્ચિત છે કે દેશમાં કોરોના વાઈરસના વધી રહેલા કેસોને કારણે વર્ષ 2020માં વસતી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ નહીં થાય.
સામાન્ય સંજોગોમાં વસતી ગણતરી અને એનપીઆર અપડેટની કાર્યવાહીનો પ્રથમ તબક્કો 1લી એપ્રિલથી 30મી સપ્ટેમ્બર, 2020 વચ્ચે શરૂ થવાનો હતો. પરંતુ કોરોનાના કારણે તે મુલતવી રખાયો હતો.
અગાઉના કાર્યક્રમ મુજબ દેશના મોટાભાગના રાજ્યોમાં 1લી માર્ચ, 2021થી જ્યારે હિમવર્ષા થતી હોય તેવા જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં 1લી ઑક્ટોબર, 2020થી વસતી ગણતરીની કાર્યવાહી શરૂ થવાની હતી. એનપીઆરને અપડેટ કરવાની કાર્યવાહી 1લી એપ્રિલથી શરૂ થવાની હતી.
દેશમાં નાગરિકતા સુધારા કાયદો (સીએએ)ના અમલની સાથે કેટલાક રાજ્યોએ એનપીઆરની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો જ્યારે વસતી ગણતરીની કાર્યવાહી માટે સહયોગ આપવાની ખાતરી આપી હતી.
ભારતમાં વસતી ગણતરી આંકડાકીય માહિતીનો એકમાત્ર સૌથી મોટો સ્રોત છે, જે સરકારને વિવિધ નીતિઓ ઘડવામાં મદદરૂપ થાય છે. એનપીઆરનો હેતુ દેશમાં પ્રત્યેક રહેવાસીઓની ઓળખનો વ્યાપક ડેટાબેઝ તૈયાર કરવાનો છે. આ ડેટાબેઝ ડેમોગ્રાફિક તેમજ બાયોમેટ્રિક હોઈ શકે છે.
દેશમાં 2011ની વસતી ગણતરી માટે 2010માં મકાનોની યાદી તૈયાર કરવાની સાથે એનપીઆર માટે ડેટા એકત્ર કરાયો હતો. તે વખતે સરકારે આધાર અને મોબાઈલ નંબર જેવી વિગતો માગી હતી. આ વખતે સરકાર ડ્રાઈવિંગ લાઈસન્સ અને ઈલેક્શન કાર્ડ સંબંિધત વિગતો પણ માગી શકે છે તેમ અિધકારીએ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.