કોરોના કરતા ચાર ગણા વધુ લોકો દારૂ ના કારણે મર્યા, બે લાખ લોકોએ આત્મહત્યા કરી

ચાલુ વર્ષ દરમિયાન હૃદયસંબંધી બીમારીના કારણે 49 લાખ અને ભૂખમરાના કારણે 2.5 લાખ લોકો મૃત્યુ પામ્યા

 

કોરોના વાયરસ મહામારીના કારણે સમગ્ર વિશ્વના 1.80 લાખથી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. આંકડાકીય વિગતો જોઈએ તો કોરોના સિવાય અન્ય બીમારીઓ અને કારણોના લીધે પણ અનેક લોકો મરી રહ્યા છે પરંતુ કોરોનાના સંકટના લીધે તેના પર લોકો ઓછું ધ્યાન આપી રહ્યા છે.

ખૂબ જ ચોંકાવનારી વાત એ છે કે, આ 100 દિવસોમાં કોરોના વાયરસ કરતા ચાર ગણા વધુ લોકો દારૂ પીવાના લીધે મૃત્યુ પામ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ધ વર્લ્ડ કાઉન્ટ અહેવાલ પ્રમાણે ચાલુ વર્ષ દરમિયાન આશરે 100 દિવસમાં 49 લાખ લોકો હૃદયસંબંધી બીમારીના કારણે મૃત્યુ પામ્યા છે જે આંકડો વાર્ષિક બે કરોડ જેવો હોય છે. તે સિવાય આલ્કોહોલના કારણે આઠ લાખથી વધુ લોકોના મોત થયા છે જે એઈડ્સના કારણે થયેલા મૃત્યુની તુલનાએ ત્રણ ગણા છે. દર વર્ષે આલ્કોહોલના કારણે સરેરાશ 30 લાખ અને એઈડ્સના કારણે સરેરાશ 9.42 લાખ લોકો મૃત્યુ પામે છે.

અન્ય આંકડાઓ પર નજર કરીએ તો ચાલુ વર્ષ દરમિયાન 2.20 લાખથી વધુ લોકોએ આત્મહત્યા કરી છે અને વાર્ષિક સ્તર પર આ આંકડો સરેરાશ આઠ લાખ જેવો હોય છે. ચાલુ વર્ષ દરમિયાન ભૂખમરાના કારણે 2.5 લાખ, ધુમ્રપાનના કારણે 1.30 લાખ અને મેલેરિયાના કારણે 1.19 લાખ લોકો મૃત્યુ પામ્યા છે જેનો વાર્ષિક સરેરાશ મૃત્યુ દર અનુક્રમે 28 લાખ, 72 લાખ અને 6.20 કરોડનો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.