દિલ્હી કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્યો પૈકી એક છે. જોકે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યુ છે કે, ગભરાવા જેવી વાત નથી.
કેજરીવાલે કહયુ હતુ કે, દિલ્હીમાં 15 દિવસમાં 8500 કેસ સામે આવ્યા છે પણ મોટાભાગના લોકો સાજા થઈ રહ્યા છે અને તે પણ ઘરે રહીને. હોસ્પિટલમાં માત્ર 500 લોકોને ભરતી કરવા પડ્યા છે.સરકારે દર્દીઓની સંખ્યા સામે બમણા બેડની વ્યવસ્થા કરી છે. લોકોને આ બાબતની જાણકારી આપવા માટે દિલ્હી સરકાર એપ લોન્ચ કરશે.
જોકે તેમણે કહ્યુ હતુ કે, કોરોનાની બીમારી ક્યારે ખતમ થશે તે કોઈ કહી શકે તેમ નથી. તેવી સ્થિતિમાં લોકડાઉન હંમેશા માટે લાગુ કરી શકાય તેમ નથી. સ્થિતિને આપણે જ સામાન્ય કરવી પડશે.
દિલ્હીમાં કોરોનાના 17000 કરતા વધારે કેસ છે અને અત્યાર સુધીમાં 398 લોકો જીવ ગુમાવી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.