મુંબઈ પર થયેલા આતંકી હુમલામાં ઘાયલ થયેલા ભારતીય નૌ સેનાના મરિન કમાન્ડો કોરોના સામેની લડાઈમાં પણ કુદયા છે.
મરિન કમાન્ડો પ્રવીણ તેવતિયા યુપીના રહેવાસી છે. મુંબઈ હુમલા દરમિયાન તેઓ આતંકીઓ સાથેની લડાઈમાં ગાયલ થયા હતા. તેમને ચાર ગોળીઓ વાગી હતી. ગંભીર રીતે ઘાયલ થયા બાદ પણ તેઓ બહાદુરી પૂર્વક બેઠા થયા હતા.
એ પછી તેમણે દોડવાનુ અને દુનિયાભરની મેરેથોન સ્પર્ધાઓમાં ભાગ લેવાનુ શરુ કર્યુ હતુ. પ્રવીણ તેવતિયા અલગ અલગ સ્પર્ધાઓમાં સંખ્યાબંધ મેડલ પણ જિત્યા છે. કોરોના માટે પીએમ કેર રિલિફ ફંડમાં દાન આપવા માટે તેમણે પોતાના આ મેડલની હરાજી શરુ કરી છે.
પ્રવીણે એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, મેં મારા 40 મેડલની હરાજી કરવાનુ નક્કી કર્યુ છે. આ પૈકીના બે મેડલ વેચીને મળેલા બે લાખ રુપિયા મેં પીએમ કેર ફંડમાં મોકલી પણ આપ્યા છે.આ એ મેડલ છે જે મેં લોહી અને પરસેવાની મહેનતથી મેળવ્યા છે. હું જ્યારે ઈજામાંથી બેઠો થયો ત્યારે મેં દોડવાનુ શરુ કર્યુ હતુ. જેમાં મને મેડલ્સ મળ્યા હતા. મને લાગે છે કે, મારા કામથી બીજા લોકો પણ પ્રેરિત થશે. એક બીજાની ટીકા કરવાની જગ્યાએ એક બીજાની સાથે રહીને કોરોનાની લડાઈ લડવાની જરુર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.