કોરોના સામે લડવા માટે સરકાર આર્થિક મોરચે પણ ઝઝૂમી રહી છે.આ પ્રકારના સંજોગોમાં સેલિબ્રિટિઝ મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટ કીપર મહેન્દ્ર ધોનીએ કોરોના સામેની લડાઈમાં પૂણેની એક એનજીઓના માધ્યમથી 1 લાખ રુપિયાની મદદ કરવાની કરેલી જાહેરાતના પગલે સોશ્યલ મીડિયા પર લોકો બરાબર રોષે ભરાયા છે. એક ચાહકે લખ્યુ હતુ કે 800 કરોડ રુપિયા કમાનારા ધોનીએ એક લાખ રુપિયાની જ મદદ કરી છે.
ધોનીએ આ મદદ પૂણેમાં કામ કરતા મજૂરો માટે કરી છે. આખરે પૂણે સાથે ધોનીનુ શું કનેકશન છે તે સવાલ દરેકના મનમાં ઉઠી રહ્યો છે.
બીજી તરફ ભારતના માસ્ટર બ્લાસ્ટર બેટસમેન સચિન તેંડુલકરે મહારાષ્ટ્ર સરકારને 25 લાખ અને કેન્દ્ર સરકારના રિલિફ ફંડમાં 25 લાખ એમ કુલ 50 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.