કોરોનાને લઈ મોદી સરકાર દ્વારા બનાવવામાં આવ્યો ત્રણ તબક્કાવાળો પ્લાન, જાણો વિગતે

દેશમાં વધતા જતા કોરોનાના કેસને લઈને લોકડાઉન વધવાની સંભાવના છે. કેન્દ્ર દ્વારા આ મહામારીમાંથી બહાર નીકળવા માટે સરકારે ત્રણ ચરણમાં પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન મોદી સરકારે કોરોના સામે લડવા માટે બનાવ્યો છે. કેન્દ્રએ કોવિડ-19ની વિરુદ્ધ લડાઈ માટે રાજ્યોને પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજને ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રેપરન્સ પેકેજ નામ આપવામાં આવ્યું છે. આ પેકેજ 100 ટકા કેન્દ્ર તરફથી ફંડેડ છે.

રાજ્ય સરકારે અને કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂરી તબીબી ઉપકરણો અને દવાઓની પ્રાપ્તિ અને દેખરેખની પ્રવૃત્તિઓને મજબૂત બનાવવામાં મદદ કરવા માટે કેન્દ્ર સરકારે ‘કોવિડ -19 ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેરેનેસ પેકેજ’ ને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અતિરિક્ત મુખ્ય સચિવો, મુખ્ય સચિવો અને કમિશનરો (આરોગ્ય) ને લખેલા પત્રમાં કહ્યું છે કે કેન્દ્ર નાણાકીય પેકેજ જાન્યુઆરી 2020 થી માર્ચ 2024 દરમિયાન ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.