કોરોનાના લક્ષણો છતાં લોકોને મળતા રહયા આ MLA ,સંપર્કમાં આવ્યા બાદ CM રૂપાણી સેલ્ફ આઈસોલેટ

હાલ રાજ્યમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 695 પર પહોંચી ગયો છે. જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.

ઈમરાન ખેડાવાલા સાથે ગઈકાલે થયેલી મિટિંગ બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આજે CM વિજય રૂપાણી સેલ્ફ આઈસોલેટ થયા છે. તેઓ તેમના બંગલા નંબર 26માં 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન થયા છે.

ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમનો ભત્રીજો અને ડ્રાઈવર હોમ ક્વોરન્ટીન થયા છે. જ્યારે MLAના સંપર્કમાં આવેલા 30 લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું પણ સેમ્પલ લેવાયું છે.

જામનગરના પૂર્વ મેયર અને હાલ સુમેર સ્પોર્ટ્સ કલબના પ્રમુખ રાજુ શેઠ, પૂર્વ રાજ્યમંત્રી પરમાનંદ ખટ્ટર, કિશોર ગલાણી અને ભરત ખુબચંદાણી સહિતના લોકો ઇમરાન ખેડાવાલા મુખ્યમંત્રીને મળ્યા બાદ તેવો પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા. તંત્રએ તુરંત જ આ તમામને કોરોનટાઈનમાં રહેવાની સુચના આપી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.