દુનિયામાં તબાહી મચાવનાર કોવીડ ૧૯ સામેની લડાઈમાં દરેક વ્યક્તિ પોતપોતાની રીતે યોગદાન આપી રહી છે. કોઈ ભૂખ્યા ગરીબો કે મજૂરને જમાડીને સેવા આપે છે, તો કોઈ દાન કરીને, તો અનેક લોકો લોકડાઉનમાં ઘરે રહીને પોતાનું યોગદાન આપી રહી છે. આ ઉપરાંત સરકાર દ્વારા કરાતી કામગીરીમાં પણ લોકો પોતાનો ફાળો આપી રહ્યાં છે. ત્યારે કોરોનાની આ લડાઈમાં જેલના કેદીઓ જોડાયા છે.
ગુજરાતમાં પહેલી વાર આવી ઘટના બની છે. જેલના કેદીઓ દ્વારા કોરોનાની લડત માટે ફાળો આપ્યો છે. સુરતની લાજપોર મધ્યસ્થ જેલના પાકા કામના કેદીઓ દ્વારા મદદ કરાઈ છે. કેદીઓ દ્વારા 1 લાખ 11000 ફાળો સરકારને આપવામાં આવ્યો છે. 210 જેટલા પાકા કામના કેદીઓએ CM ફંડમાં દાન આપ્યું છે. જેલ સુપ્રરિટેન્ડેન્ટ દ્વારા ચેક સુરત કલેક્ટરને આપશે.
ઉલ્લેખનીય છે કે, જેલમાં કેદીઓ પાસેથી મજૂરી કામ કરાવવામાં આવતું હોય છે અને જેલમાં વિવિધ પ્રકારના કામ પણ હોય છે. પાકા કેદીઓને કામના બદલે વળતર મળે છે. તેથી કેદીઓએ આ વળતર કોરોનાની લડતમાં આપવાનો નિર્ણય કર્યો છે. આજે સુરતમાં વધુ 18 પોઝિટિવ કેસો નોંધાયા છે. છેલ્લા 12 કલાકમાં આ કેસનો આંકડો વધ્યો છે. તો શહેરમાં કુલ પોઝિટિવ કેસ 220 થયા છે. આ ઉપરાંત આજે સુરતમાં એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.