કોરોનાને લીધે ભાજપ-કોંગ્રેસ સોશિયલ મીડિયાનો સહારો લેશે

– બધા પક્ષો પેટાચૂંટણીમાં પ્રચાર કરવાની મથામણમાં

– જાહેરસભા-રેલી નહીં પણ વર્ચ્યુઅલ સભાથી મતદારોને રિઝવશે, ચૂંટણીનો માહોલ જામશે નહી

આગામી દિવસોમાં રાજ્યમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાનારી છે જેના પગલે અત્યારથી ભાજપ-કોંગ્રેસે તૈયારી કરી છે.જોકે, ભાજપ-કોંગ્રેસના નેતાઓને અત્યારથી એ વાતની ચિંતા પેઠી છેકે, કોરોનાની મહામારી વચ્ચે પ્રચાર કેવી રીતે કરવો .

લોકોમાં ય કોરોનોનો ખોફ છે ત્યારે મતદારો વચ્ચે જઇને પ્રચાર કરવો એ પણ ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો માટે પડકારરૂપ બની રહેશે. આ દરમિયાન, ભાજપ-કોંગ્રેસે સોશિયલ મિડીયાના માધ્યમથી વધુને વધુ મતદારો સુધી પહોંચવા પહોંચવા તૈયારીઓ કરી છે.

ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાનારી છે.હજુ કેન્દ્રીય ચૂંટણીપંચે ચૂંટણીની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી નથી પણ ભાજપ-કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે.

અત્યારે ગુજરાતમાં કોરોનાના કેસો હજુય દિનપ્રતિદીન વધી રહ્યાં છે. કોરોના હજુ અકુંશમાં આવી શક્યો નથી ત્યારે પેટાચૂંટણીમાં આવા સંજોગો વચ્ચે પ્રચાર કેવી રીતે કરવો એ પ્રશ્ન સતાવી રહ્યા છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.