કોરોનાને લીધે હવે મુંબઈનાં પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં શ્રદ્ધાળુંઓની એન્ટ્રી પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આગામી સુચના સુધી મંદિર બંધ કરી દેવાયું છે. મળતી જાણકારી મુજબ સોમવારે સાંજે 7 વાગ્યાથી જ સિદ્ધિવિનાયક મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે. મંદિર ક્યારે ખુલશે તેના વિશે સુચના પછી આપવામાં આવશે. સિદ્ધિવિનાયક મંદિરમાં શ્રદ્ધાળુંઓની ખાસ્સી એવી ભીડ રહેતી હોય છે તેવામાં કોરોના વાઈરસના ખતરાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 38 કેસ સામે આવી ચુક્યા છે. તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. હવે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે કે યૂનિવર્સિટીની પરીક્ષાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે. આ સિવાય પંચાયત અને સ્થાનિક બોડીની ચૂંટણીઓને પણ ત્રણ મહિના સુધી ટાળવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે કેસ અત્યાર સુધીમાં પુણેમાં સામે આવ્યા. ધીમે ધીમે મુંબઈમાં પણ કોરોનાના પોઝિટિવ લોકોની સંખ્યા વધતી જોવા મળી રહી છે. મુંબઈ પોલીસે પહેલાં જ કલમ 144 લગાવી ગૃપ ટુર કરવા પર પ્રતિબંધ મુક્યો છે ત્યાં સુધી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ શૂટિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.