કોરોના LIVE / ભાવનગરમાં 5 કેસ નોંધાયા, રોલીંગ મિલના માલિકના 3 પરિવારજનો અને પાલીતાણામાં દંપતીને પોઝિટિવ રિપોર્ટ

ભાવનગરમાં મોડી રાત્રે વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરના ગીતા ચોકમાં રહેતા અને સિહોર નજીક રોલીંગ મિલ ધરાવતા કુમાર વોરાનો થોડા દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી તેના પરિવારજનોને સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયા હતા. જેમાં ત્રણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કોરોના પોઝિટિવ કેસમાં આનંદ નિલેશ વોરા (ઉ.વ.18), આંગી કુમાર વોરા (ઉ.વ.13) અને આગમ નિલેશ વોરા (ઉ.વ.18)નો સમાવેશ થાય છે. જ્યારે પાલીતાણમાં પહેલીવાર દંપતીને પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં ચંદુભાઇ નરોત્તમભાઇ સોરઢીયા (ઉ.વ.65) અને ભાદાબેન ચંદુભાઇ સોરઢીયા (ઉ.વ.58)નો સમાવેશ થાય છે. આ દંપતીને આરોગ્ય સર્વેલન્સ ટીમ દ્વારા કોરોના શંકાસ્પદ જણાતા તેમના સેમ્પલ લીધા હતા. પરંતુ બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાત્રે જ બંનેને 108 મારફત ભાવનગર સર ટી. હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમા ખસેડવામાં આવ્યા છે. નવા પાંચ કેસ સાથે ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 81 થઇ છે. આ અંગે ભાવનગર મનપાના કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીએ માહિતી આપી છે.

અન્ય જિલ્લામાંથી રાજકોટમાં 1302 લોકો આવ્યા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 225 વ્યક્તિએ અન્ય જિલ્લામાંથી પ્રવેશ મેળવતા તેમના વાહનોની ચાવી ગ્રામ પંચાયતે જમા લીધી છે. 14 દિવસ સુધી તમામ લોકોને ઘરમાં જ રહેવા રાજકોટ ડીડીઓ અનિલ રાણાવસીયાએ અપીલ કરી છે. રાજકોટ જિલ્લામાં પ્રવેશતા કુલ 30 પોઇન્ટ પર મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે.

5 રેનબસેરામાં 160 લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના અટકાયતીના પગલારૂપે સઘન આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી છે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે માનવીય અભિગમ અપનાવી, 5 મેના રોજ રેનબસેરામાં રહેતા 160 લોકોની મેડીકલ ચેકઅપની કામગીરી કરાવી હતી. સાથોસાથ કોરોના સામે રક્ષણ મેળવવા માટે દરેકને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી પ્રાથમિક આરોગ્ય ચકાસણી મોબાઈલ ડિસ્પેન્સરી મારફત કરવામાં આવી હતી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના ભોમેશ્વર સોસાયટી રેનબસેરા, બેડીનાકા રેનબસેરા, મરચાપીઠ રેનબસેરા, રામનગર રેનબસેરા, આજીડેમ ચોકડી રેનબસેરા એમ પાંચ રેનબસેરામાંથી 160 લોકોનું મેડિકલ ચેકઅપ તથા થર્મલ સ્ક્રીનીંગ કર્યું હતું. આ કામગીરી આરોગ્ય આરોગ્ય વિભાગની પાંચ ટીમ તથા પ્રોજેક્ટ શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.160 વ્યક્તિના પ્રાથમિક ચકાસણી કરતા 41 લોકોને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.