કોરોના વાઇરસને પગલે ઓનલાઇન ખરીદીનું પ્રમાણ વધતા લેવાયેલો નિર્ણય
લોકોને પોતાના ઘરની બહાર નીકળ્યા વગર જરૃરી વસ્તુઓ મળી રહે તે માટે એમેઝોન વધુ કર્મચારીઓને નોકરી પર રાખશે. વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ કોવિડ-૧૯ની વિરુદ્ધ દેશ એક તરફ સામાજિક અંતરનું પાલન કરવા અને તેનાથી મુક્ત થવાના પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે એમેઝોન ઇન્ડિયાએ લોકોને આવશ્યક સેવા ઘર સુધી પહોંચાડવા માટે જરૃરિયાતના આધારે ૫૦ હજાર લોકોને હંગામી ધોરણે નોકરી આપવાની જાહેરાત કરી છે. જેથી લોકો પોતાના ધરથી નીકળ્યા વગર પોતાના પરિવાર માટે જરૃરી વસ્તુઓ મંગાવી શકે.
એમેઝોન ઇન્ડિયાએ શુક્રવારે પોતાની સેવા પર નિર્ભર લોેકોની વધતી માગને ધ્યાનમાં રાખી તેને પહોેંચી વળવા માટે જરૃરિયાતના આધારે લગભગ ૫૦,૦૦૦ નિમણૂક કરવાની જાહેરાત કરી છે.
આ નિમણૂક એવા લોકો માટે કરવામાં આવશે જે લોકો ભીડમાં જવાનું પસંદ કરતા નથી. નવી નિમણૂક ફુલફિલમેન્ટ સેન્ટર્સ અને ડિલિવરી નેટવર્કમાં કરવામાં આવશે.
એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ અખિલ સકસેનાએ જણાવ્યું છે કે કોવિડ-૧૯ મહામારીથી એક વસ્તુ શીખી છે કે એમેઝોન અને ઇ કોમર્સ પોતાના ગ્રાહકો, નાના વ્યવસાયો અને દેશ માટે કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ છે. અમે આ જવાબદારીને ગંભીરતાથી લીધી છે અને આ મુશ્કેલ સમયમાં નાના અને અન્ય વ્યવસાયોને અમારા ગ્રાહકો સુધી પહોંચાડવા માટે અમારી ટીમ જે કાર્ય કરી રહી છે તેના પર અમને ગૌરવ છે.
તેમણે જણાવ્યું હતું કે અમે સમગ્ર ભારતમાં ગ્રાહકોને તેમની જરૃરિયાત મુજબ વસ્તુઓે પૂરી પાડવામાં મદદ કરવાનું ચાલુ રાખવા માગીએ છીએ જેથી સામાજિત અંતરનું પાલન થઇ શકે. જેના માટે અમે અમારા ફુલફિલમેન્ટ અને ડિલિવરી નેટવર્કમાં લગભગ ૫૦,૦૦૦ સીઝનલ એસોસિએટ્સ માટે નોકરીની તકોનું સર્જન કરી રહ્યાં છે. આનાથી મહામારી દરમિયાન લોકોને કામ મળશે અને કામ માટે એક સુરક્ષિત વાતાવરણ પણ ઉભું થશે.
એમેઝોને જણાવ્યું છે કે તેણે પોતાના કર્મચારીઓની સુરક્ષા માટે પણ કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. જેમાં માસ્ક પહેરવું, તાપમાનની તપાસ, સ્વચ્છતા પર વધારે ધ્યાન આપવા, વારંવાર ઉપયોગમાં આવતી વસ્તુઓનું નિયમિત સેનિટાઇઝેશન કરવું, હાથ ધોવાની સુવિધા ઉપલબ્ધ કરાવવી સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.